Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સ્ત્રીઓમાં થાક અને નબળાઇ દૂર કરે છે આ પાંચ વસ્તુઓ, હંમેશાં ફિટ અને હેલ્ધી રહેશો

સ્ત્રીઓમાં વધતી ઉંમર સાથે, થાક અને નબળાઇ જોવા મળે છે. ક્યારેક નબળાઈ એટલી વધી જાય છે કે રોજબરોજના કામ કરવા મુશ્કેલ બની જાય છે. ત્યારે આવી સ્થિતિમાં થાક અને નબળાઈને દૂર કરવા માટે મહિલાઓ અનેક પ્રકારની દવાઓ લેવાનું શરૂ કરે છે. આ દવાઓના નિયમિત સેવનથી ઘણી વખત મહિલાઓને આ દવાઓ લેવાની આદત પડી જાય છે. માટે દવાઓથી બચવા માટે મહિલાઓએ ડાયટમાં ( Daily)કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જ જોઈએ. આ વસ્તુઓનો સમàª
સ્ત્રીઓમાં થાક અને નબળાઇ દૂર  કરે છે આ પાંચ વસ્તુઓ   હંમેશાં ફિટ અને હેલ્ધી રહેશો
Advertisement
સ્ત્રીઓમાં વધતી ઉંમર સાથે, થાક અને નબળાઇ જોવા મળે છે. ક્યારેક નબળાઈ એટલી વધી જાય છે કે રોજબરોજના કામ કરવા મુશ્કેલ બની જાય છે. ત્યારે આવી સ્થિતિમાં થાક અને નબળાઈને દૂર કરવા માટે મહિલાઓ અનેક પ્રકારની દવાઓ લેવાનું શરૂ કરે છે. આ દવાઓના નિયમિત સેવનથી ઘણી વખત મહિલાઓને આ દવાઓ લેવાની આદત પડી જાય છે. માટે દવાઓથી બચવા માટે મહિલાઓએ ડાયટમાં ( Daily)કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જ જોઈએ. આ વસ્તુઓનો સમાવેશ કરવાથી મહિલાઓને થાક અને નબળાઈનો અનુભવ થતો નથી.
ડ્રાયફ્રૂટ્સ 
ડ્રાયફ્રૂટ્સ (Dry fruits) શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ડ્રાયફ્રૂટ્સ ખાવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. ડ્રાયફ્રૂટ્સ ખાવાથી શરીરમાં ચરબી વધતી નથી. જો મહિલાઓ નિયમિતપણે ડ્રાયફ્રૂટ્સ ખાય તો તે પાચનતંત્રને મજબૂત બનાવે છે. ડ્રાયફ્રૂટ્સ શરીરનો થાક અને નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે.  
વધુ પાણી પીવો
ઘણી વખત શરીરમાં પાણીની ઉણપને કારણે મહિલાઓમાં થાક અને નબળાઈની સમસ્યા રહે છે. ડિહાઇડ્રેશનને કારણે શરીરમાં અનેક બીમારીઓ થવાનો ભય રહે છે. ત્યારે  મહિલાઓએ દિવસમાં 2 થી 3 લીટર પાણી પીવું જોઈએ. પાણી પીવાથી શરીરનો થાક અને નબળાઈ દૂર થાય છે. આ ઉપરાંત પાચનતંત્ર પણ મજબૂત બને છે.
આર્યનયુકત આહાર 
આયર્ન શરીરની નબળાઈ અને થાકને દૂર કરવામાં મદદ કરે છે. આયર્ન શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે. શરીરમાં આયર્નની ઉણપથી થાક અને નબળાઈ આવે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, મહિલાઓએ તેમના આહારમાં આયર્નથી ભરપૂર ખાદ્યપદાર્થોનો સમાવેશ કરવો જોઈએ. પાલક, કઠોળ, વટાણા, બ્રોકોલી અને શક્કરિયા વગેરેમાં આયર્ન જોવા મળે છે.
દૂધ પીવાની ટેવ રાખો 
દૂધ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. મહિલાઓએ પોતાના આહારમાં દૂધનો સમાવેશ કરવો જોઈએ. દૂધ સિવાય મહિલાઓ છાશ, ઘી અને દહીં પણ ખાઈ શકે છે. દૂધ પીવાથી માંસપેશીઓનો દુખાવો પણ દૂર થાય છે. દરરોજ રાત્રે સૂતા પહેલા દૂધ પીવાથી મહિલાઓના શરીરમાં થાક અને નબળાઈ દૂર થાય છે.
કેળા 
કેળા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. કેળામાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરને એનર્જી આપવા અને થાક દૂર કરવામાં મદદ કરે છે. નિયમિત રીતે કેળા ખાવાથી શરીરના હાડકા મજબૂત બને છે. કેળા શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી પણ આપે છે.ઉપર જણાવેલ બધી વસ્તુઓ શરીરની થાક અને નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ જો તમને કોઈ રોગને કારણે નબળાઈ અને થાક લાગે છે, તો ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ લેવી જરૂરી છે.
Tags :
Advertisement

.

×