આ ચાર બીમારીઓ હૃદયને નબળું પાડે છે, જાણો તેના વિશે
સામાન્ય રીતે હૃદય આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગો પૈકીનું એક છે. સ્વસ્થ રહેવા માટે હંમેશાં સ્વસ્થ હૃદય હોવું ખૂબ જ જરૂરી છે. પરંતુ આજકાલ ખરાબ જીવનશૈલી અને આહારના કારણે હૃદય નબળું પડી રહ્યું છે. હ્રદય નબળું પડવાથી છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, બેહોશી, થાક, વજન વધવું અને શરીરમાં સોજો આવવા જેવા લક્ષણો અનુભવવા લાગે છે. જ્યારે હૃદય નબળું હોય ત્યારે વ્યક્તિમાં હાર્ટ એટેક અને સà
Advertisement
સામાન્ય રીતે હૃદય આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગો પૈકીનું એક છે. સ્વસ્થ રહેવા માટે હંમેશાં સ્વસ્થ હૃદય હોવું ખૂબ જ જરૂરી છે. પરંતુ આજકાલ ખરાબ જીવનશૈલી અને આહારના કારણે હૃદય નબળું પડી રહ્યું છે. હ્રદય નબળું પડવાથી છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, બેહોશી, થાક, વજન વધવું અને શરીરમાં સોજો આવવા જેવા લક્ષણો અનુભવવા લાગે છે. જ્યારે હૃદય નબળું હોય ત્યારે વ્યક્તિમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.
ઘણીવાર તમારી ખરાબ આદતોને કારણે પણ નબળું હૃદય નબળું થતું હોય છે. ત્યારે હૃદયને સ્વસ્થ રાખવા માટે આ રોગોથી બચવું ખૂબ જ જરૂરી છે. આજે વર્લ્ડ હાર્ટ ડે 2022ના અવસર પર અમે તમને આ 5 બીમારીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી હૃદય કમજોર થઈ શકે છે.
હાઈ બ્લડ પ્રેશર:
હાઈ બ્લડ પ્રેશર આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. દરેક ઉંમરના લોકો આ રોગનો સામનો કરી રહ્યા છે. તેને હાયપરટેન્શન રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જયારે બ્લડ પ્રેશર વધે છે, તેના કારણે ધીમે ધીમે હૃદય નબળું પડવા લાગે છે. હાઈ બ્લડ પ્રેશરને કારણે ઘણીવાર હૃદયને લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે.
ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ સુગર:
હાઈ બ્લડપ્રેશરની જેમ ડાયાબિટીસની સમસ્યા પણ લોકોમાં વધી રહી છે. ડાયાબિટીસમાં લોહીમાં ખાંડનું સ્તર વધે છે. જ્યારે બ્લડ શુગર લેવલ લાંબા સમય સુધી કંટ્રોલમાં રહેતું નથી, તો તેની અસર હૃદય પર થવા લાગે છે.
ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડમાં બનતું હોર્મોન છે. આ ઇન્સ્યુલિન તમે જે ખોરાક ખાઓ છો તેને ગ્લુકોઝમાં ફેરવવાનું કામ કરે છે. શરીરને ઉર્જા માટે ગ્લુકોઝની જરૂર હોય છે. ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે શરીરમાં પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું નથી.
કોલેસ્ટ્રોલનું ઉચ્ચ સ્તર:
કોલેસ્ટ્રોલ ચરબી જેવો પદાર્થ છે, જે લીવર દ્વારા ઉત્પન્ન થાય છે. આ સિવાય કેટલાક ખોરાકમાંથી પણ કોલેસ્ટ્રોલ મેળવી શકાય છે. લીવર શરીરની જરૂરિયાતો અનુસાર કોલેસ્ટ્રોલનું ઉત્પાદન કરે છે. પરંતુ જ્યારે તમે હાઈ કોલેસ્ટ્રોલવાળા ખોરાકનું સેવન કરો છો તો શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે. વધેલું કોલેસ્ટ્રોલ હૃદય અને ધમનીઓની દિવાલોમાં જમા થાય છે.


