Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ICC પ્લેયર ઓફ ધ મન્થ માટે આ ખેલાડીઓનું નામ થયું શોર્ટલિસ્ટ

છેલ્લા એક-દોઢ મહિનાથી ક્રિકેટ ફેન્સ IPLની મજા લઇ રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન ભારતીય ખેલાડીઓએ એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. મહત્વનું છે કે, ICC દર મહિને પ્લેયર ઓફ ધ મંથના એવોર્ડ્સ માટે ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરે છે. આ વખતે પણ મે મહિના માટે તેમા ત્રણ ખેલાડીઓનું નામ શોર્ટ લિસ્ટ થયું છે. મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ માટે બાંગ્લાદેશ અને શ્રીલંકાના ખેલાડીઓનું નામ શોર્ટલિસ્ટ થયું છે. જેનું કારàª
icc પ્લેયર ઓફ ધ મન્થ માટે આ ખેલાડીઓનું નામ થયું શોર્ટલિસ્ટ
Advertisement
છેલ્લા એક-દોઢ મહિનાથી ક્રિકેટ ફેન્સ IPLની મજા લઇ રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન ભારતીય ખેલાડીઓએ એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. મહત્વનું છે કે, ICC દર મહિને પ્લેયર ઓફ ધ મંથના એવોર્ડ્સ માટે ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરે છે. આ વખતે પણ મે મહિના માટે તેમા ત્રણ ખેલાડીઓનું નામ શોર્ટ લિસ્ટ થયું છે. 
મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ માટે બાંગ્લાદેશ અને શ્રીલંકાના ખેલાડીઓનું નામ શોર્ટલિસ્ટ થયું છે. જેનું કારણ એ છે કે, મે મહિના દરમિયાન આ બંને ટીમો સિવાય કોઇ અન્ય ટીમો વચ્ચેની આંતરરાષ્ટ્રીય મેચો જોવા જ મળી નથી. આ બંને ટીમો વચ્ચે થયેલી ટેસ્ટ મેચ પણ ICC World Test Championship હેઠળ રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાએ બાંગ્લાદેશ વિરુદ્ધ જીત નોંધાવી હતી. આ મેચના હીરો શ્રીલંકાના એન્જેલો મેથ્યુસ અને અસિથા ફર્નાન્ડો રહ્યા હતા. જેમના બેટ અને બોલ સાથેના નોંધપાત્ર પ્રદર્શનના કારણે તેમના નામને શોર્ટલિસ્ટમાં સ્થાન મળ્યું છે. જ્યારે બાંગ્લાદેશના મુશફિકુર રહીમે બંને ટેસ્ટ મેચમાં શાનદાર યોગદાન આપ્યું અને આ રીતે તે આ યાદીમાં ત્રીજા નંબરનો ખેલાડી છે. વળી, મહિલા ક્રિકેટર તુબા હસન અને બિસ્મા મારૂફ અને જર્સીની ટ્રિનિટી સ્મિથ છે.

એન્જેલો મેથ્યુસ (શ્રીલંકા)
શ્રીલંકાની બેટિંગ લાઇનઅપમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર એન્જેલો મેથ્યુઝે બંને ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી અને કુલ 344 રન બનાવ્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર 199 રન હતો. તેણે આ દરમિયાન તેના અનુભવને પૂરી રીતે આ મેચમાં ઉપયોગ કર્યો હતો. 
અસિથા ફર્નાન્ડો (શ્રીલંકા)
શ્રીલંકાના સીમરે બાંગ્લાદેશમાં તેની ટીમની સફળતા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે બે WTC ટેસ્ટ મેચમાં 16.61ની એવરેજથી 13 વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ટેસ્ટમાં 3 અને બીજી ટેસ્ટમાં 10 વિકેટ ઝડપી હતી.
મુશ્ફિકુર રહીમ (બાંગ્લાદેશ)
મુશ્ફિકુરે ચિત્તાગોંગ અને મીરપુરમાં સદીઓ વડે પોતાની ટીમને મજબૂત બનાવવાનું કામ કર્યું હતું, પરંતુ તેમ છતા તે પોતાની ટીમને હારથી બચાવી શક્યો નહતો. તેણે પોતાની ટીમ માટે 303 રન બનાવ્યા, પરંતુ તેને બાકીના બેટ્સમેનોનો સાથ મળી શક્યો નહીં.

વળી, ICC મહિલા પ્લેયર ઓફ ધ મન્થ વિશે વાત કરીએ તો, પાકિસ્તાનની તુબા હસને શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં 3.66 ઇકોનોમીમાં પાંચ વિકેટ લીધી હતી. વળી, કેપ્ટન બિસ્માહ મારુફે કુલ 65 રન બનાવ્યા હતા, જ્યારે 17 વર્ષીય ટ્રિનિટી સ્મિથે 120 રન બનાવ્યા અને ક્વાડ્રેંગલર શ્રેણીમાં 4 વિકેટ પણ લીધી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×