Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કચ્છના રણમાં બેહોશ થયેલા વૃદ્ધાને ઉંચકીને મહિલા પોલીસકર્મીએ આ શું કર્યું!

કચ્છના રણમાં બેહોશ થઈ ગયેલા માજીને 5 કિમિ સુધી ખભે બેસાડી સુરક્ષિત સ્થળે લઈ આવનાર મહિલા પોલીસ કર્મચારી વર્ષા બેન રાતોરાત સ્ટાર બની ગયા છે. તેમનો વીડિયો વાયરલ થતા ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી સહિતનાઓએ કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યા છે.વિશ્વ પ્રસિદ્ધ હડપ્પન સંસ્કૃતિના અવશેષો ધરાવતા ખડીર દ્વીપમા તાજેતરમાં ભંજડા દાદાના મંદિરે મોરારી બાપુની રામકથા યોજાઈ હતી.નવા ભંજડા દાદાના મંદàª
કચ્છના રણમાં બેહોશ થયેલા વૃદ્ધાને ઉંચકીને મહિલા પોલીસકર્મીએ આ શું કર્યું
Advertisement
કચ્છના રણમાં બેહોશ થઈ ગયેલા માજીને 5 કિમિ સુધી ખભે બેસાડી સુરક્ષિત સ્થળે લઈ આવનાર મહિલા પોલીસ કર્મચારી વર્ષા બેન રાતોરાત સ્ટાર બની ગયા છે. તેમનો વીડિયો વાયરલ થતા ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી સહિતનાઓએ કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યા છે.
વિશ્વ પ્રસિદ્ધ હડપ્પન સંસ્કૃતિના અવશેષો ધરાવતા ખડીર દ્વીપમા તાજેતરમાં ભંજડા દાદાના મંદિરે મોરારી બાપુની રામકથા યોજાઈ હતી.નવા ભંજડા દાદાના મંદિરથી 5 કિ.મી દૂર સફેદ રણમાં એક મોટો ડુંગર આવેલો છે. આ ડુંગર ઉપર જૂના ભંજડા દાદાનુ મંદિર આવેલું છે તે દરમિયાન મોરારી બાપુની રામકથા સાંભળવા આવતા ભક્તો અવાર નવાર આ ડુંગર પર ચાલીને દર્શન કરવા જતા હતા. ત્યારે એક 86 વર્ષ ના વૃધ્ધા પણ ડુંગર ઉપર બેઠેલા જૂના ભંજડા દાદાના દર્શન કરવાની ઈચ્છા થતાં ત્યાં જવા નિકળ્યા હતા. જોકે છેક ડુંગર સુધી પહોંચીને અડધા ડુંગર ચડતા ચક્કર આવીને પડી ગયા અને ત્યાં આજુબાજુ રણ વિસ્તાર હોવાથી પીવાનું પાણી ન મળવાના કારણે બેહોશ થઈ ગયા હતા. 
દરમિયાન, ત્યાં મોરારી બાપુની રામકથા યોજાઈ હોવાથી ત્યાં બંદોબસ્તમાં હાજર રાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી વર્ષાબેન માજીવાભાઈ પરમારને ખબર પડતાં પાણી લઈને 5 કિ.મી દોડતા ત્યાં પહોંચ્યા હતા અને  86 વર્ષના વૃધ્ધાને પ્રાથમિક સારવાર આપીને પાણી પીવડાવીને તેમને કથા સ્થળ પર 5 કિ.મી તેમના ખભા પર ઉંચકીને લઈ આવ્યા હતાં. વૃદ્ધાનો  જીવ બચાવીને વર્ષાબેને માનવતા અને ગુજરાત પોલીસનું ધ્યેય વાક્ય સેવા સુરક્ષા અને શાંતિને હકિકતમાં સાર્થક કરીને બતાવ્યું છે.
 પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ મહિલા કર્મચારીની કામગીરી ને બિરદાવી હતી તો રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન રાણાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પોલીસ હર હંમેશ સેવા માટે તત્પર હોય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ કુદરતી આફતો અને બુઝુર્ગ લોકો માટે તેમજ મહિલા બાળકો માટે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે દરેક પોલીસ કર્મચારીઓ તત્પર રહે છે અને લોકો ની સેવા કરી રહ્યા છે. 
Tags :
Advertisement

.

×