Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મંદિરમાં ચોરી કરી બહાર નીકળતા જ શખ્સ જોડે થયું આવું, Video

કહેવાય છે કે, જેવું કરશો તેવું જ પામશો. જેવા તમારા કર્મો હશે તમને તે મુજબનું જ ભવિષ્યમાં મળશે. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તેના ખરાબ કાર્યોથી મુક્ત થઈ શકતો નથી અને તેના ખરાબ કાર્યોના આધારે જ તેને સજા મળતી હોય છે અને આજ સુધી કોઈ તેનાથી બચ્યું નથી. જોકે, આ સંદર્ભમાં, ઘણી વખત કેટલીક વિચિત્ર ઘટનાઓ વિશે ચર્ચા કરવામાં આવી છે. આજે પણ એક એવી જ ઘટના સાંભળવા મળી રહી છે, જેને સાંભળીને તમે પણ વિચારàª
મંદિરમાં ચોરી કરી બહાર નીકળતા જ શખ્સ જોડે થયું આવું  video
Advertisement
કહેવાય છે કે, જેવું કરશો તેવું જ પામશો. જેવા તમારા કર્મો હશે તમને તે મુજબનું જ ભવિષ્યમાં મળશે. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તેના ખરાબ કાર્યોથી મુક્ત થઈ શકતો નથી અને તેના ખરાબ કાર્યોના આધારે જ તેને સજા મળતી હોય છે અને આજ સુધી કોઈ તેનાથી બચ્યું નથી. જોકે, આ સંદર્ભમાં, ઘણી વખત કેટલીક વિચિત્ર ઘટનાઓ વિશે ચર્ચા કરવામાં આવી છે. આજે પણ એક એવી જ ઘટના સાંભળવા મળી રહી છે, જેને સાંભળીને તમે પણ વિચારવા મજબૂર થઈ જશો કે આ કેવી રીતે થયું? 
જોકે, આ ઘટના પછી લોકો કહે છે કે પાપની સજા આ જન્મમાં જ મળે છે, ત્યારે જ મંગળવારે આ વાત સાચી સાબિત થઈ. મહત્વનું છે કે, આજે અમે જે ઘટનાની વાત કરી રહ્યા છીએ તે આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાની છે. જ્યાં ચોરીના ઈરાદાથી મંદિરમાં ઘૂસેલા એક વ્યક્તિ એ જ દિવાલમાં ફસાઈ ગયો જે તેણે પોતે અંદર પ્રવેશવા અને બહાર નીકળવા માટે બનાવી હતી, ચોરની ઓળખ 30 વર્ષીય પાપા રાવ તરીકે થઈ છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પાપા રાવ દારૂનો વ્યસની છે. બીજી તરફ, એક અહેવાલ મુજબ, પાપા રાવ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવા માટે એક નાની બારી તોડીને જામી યેલમ્મા એટલે કે ત્યાંના સ્થાનિક દેવતાના મંદિરમાં પ્રવેશ્યો હતો. મંદિરમાંથી આશરે 20 ગ્રામ ચાંદીના ઘરેણાં લૂંટી લીધા બાદ પાપા રાવે એ જ રસ્તેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે તે મંદિરની નાની બારીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તે તેમાં ફસાઈ ગયો હતો. મહત્વનું છે કે, આ પછી તેણે મદદ માટે બૂમો પાડવાનું શરૂ કર્યું, જ્યારે સ્થાનિક લોકો સ્થળ પર પહોંચ્યા, ત્યારે તેઓએ તેને વિચિત્ર પરિસ્થિતિમાં ફસાયેલો જોયો, તે બારીમાંથી બહાર આવી શક્યો ન હતો અને બારીની બહાર લટકતો જોવા મળ્યો હતો. 
બહાર કાઢ્યા બાદ તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, પાપા રાવ દારૂની લત પુરી કરવા ચોરી કરતો હતો, તેની લત પુરી કરવા તેણે તેની માતાના ઘરેથી રાંધણગેસનો સિલિન્ડર પણ ચોરી લીધો હતો. પોલીસે કહ્યું કે અમે પાપા રાવ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેની પાસેથી ચોરાયેલી જ્વેલરી મળી આવી છે. પોલીસે કહ્યું કે, તે મંદિરની બારીમાં ફસાઈ જતાં જ તેણે મદદ માટે બૂમો પાડવાનું શરૂ કર્યું. આ પછી સ્થાનિક લોકો ત્યાં એકઠા થઈ ગયા અને પછી તેઓએ પોલીસને બોલાવી, આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Tags :
Advertisement

.

×