Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રસોડાની આ જગ્યાએ હોય છે સૌથી વધુ બેક્ટરિયા

રસોડામાં જેટલી સાફ સફાઇ કરીએ તેટલી ઓછી છે. કારણકે રસોડું એક એવી જગ્યા છે જ્યાં ભોજન બનાવતી વખતે ગંદકી થઇ જાય છે. આપણે રસોડાનો રૂમાલ, વાસણ, સ્ટવ, સ્લેબ અને જમીન તો સાફ કરી દઇએ છીએ પણ રસોડામાં કેટલીક એવી જગ્યાઓ રહી જાય છે જેને આપણે નજરઅંદાજ કરી દેતા હોઇએ છીએ. તો આવો જાણીએ કઇ છે આ જગ્યાઓ જેને આપણે અચૂક સાફ કરવી જોઇએ.સ્પોન્જ અને સ્ક્રબભેજવાળી અને ભીની જગ્યા પર બેક્ટેરિયા ઝડપથી ફેલાય છે. આ
રસોડાની આ જગ્યાએ હોય છે સૌથી વધુ બેક્ટરિયા
Advertisement
રસોડામાં જેટલી સાફ સફાઇ કરીએ તેટલી ઓછી છે. કારણકે રસોડું એક એવી જગ્યા છે જ્યાં ભોજન બનાવતી વખતે ગંદકી થઇ જાય છે. આપણે રસોડાનો રૂમાલ, વાસણ, સ્ટવ, સ્લેબ અને જમીન તો સાફ કરી દઇએ છીએ પણ રસોડામાં કેટલીક એવી જગ્યાઓ રહી જાય છે જેને આપણે નજરઅંદાજ કરી દેતા હોઇએ છીએ. તો આવો જાણીએ કઇ છે આ જગ્યાઓ જેને આપણે અચૂક સાફ કરવી જોઇએ.
સ્પોન્જ અને સ્ક્રબ
ભેજવાળી અને ભીની જગ્યા પર બેક્ટેરિયા ઝડપથી ફેલાય છે. આ માટે સ્પોન્જ અને વાસણ ઘસવાના બ્રશને દર મહિને એકવાર અચૂક બદલો. દરેક પ્રયોગ બાદ સ્પોન્જને પાણીથી ધોઇને નીચોવીને તડકામાં સૂકવવા મૂકો.
Old Kitchen Pictures | Download Free Images on Unsplash
શાકભાજી કાપવાનું પાટિયું
રોજ શાકભાજી ચોપિંગ બોર્ડ પર કાપતા હોઈએ છે. પણ તેને પછી માત્ર પાણીથી સાફ કરવું પૂરતું નથી. બોર્ડના હેન્ડલ અને અન્ય ઊંડાણવાળી જગ્યા અને છીદ્રોમાં કીટાણુંઓ બણબણતા હોય છે. જે નરી આંખે જોવા ઘણું મુશ્કેલ છે. ટામેટાના બીજ અને મરચાના બીજ આવી જગ્યાઓમાં અંદર જતા રહે છે જેને પછી તેને બહાર કાઢવા મુશ્કેલ બની જાય છે. તેથી આ બોર્ડને દરરોજ વાપર્યા બાદ સારી રીતે સાફ કરો. 
Old Kitchen
કિચનનું બેઝિન
બેઝિનમાં ગંદા વાસણોને વધારે સમય સુધી મૂકી રાખવાથી બીમારી ઉદ્ભવી શકે છે. આ માટે સિંકમાં વાસણ મૂકતા પહેલા તેમાં વધેલું એંઠું ભોજન બહાર ફેંકી દો. અને કિચન સિંકને ગરમ પાણીથી ધુઓ. આ સાથે જ બેકિંગ સોડાનો પ્રયોગ સિંકના ખૂણે-ખૂણે કરો, જેથી બેક્ટેરિયા ઉદ્ભવી ન શકે.
Tags :
Advertisement

.

×