પતિ-પત્ની વચ્ચે ઉંમરનું વધુ અંતર હોય ત્યાં અચુક જોવા મળશે આ સમસ્યા
સમાજ હંમેશા જજ કરશે...બૉલીવુડમાં પણ કેટલાય આવા કપલ્સ છે, જેમની વચ્ચેની ઉંમરનું ખૂબ જ અંતર હોય છે અને આ કારણે તેમને વારંવાર જજ કરવામાં આવે છે. કેટલાક લોકો આ કપલ્સની આલોચના કરે છે તેમાંથી કેટલાક લોકો તો તેમના પીઠ પાછળ ઘણી વાતો પણ કરતા હોય છે.પાર્ટનર પર દોષનો ટોપલો...ઉંમરમાં વધુ અંતર હોવાના કારણે લગ્ન બાદ આ બાબતે ઘણી તકલીફો આવે છે. આ સમયે એવું બની શકે કે તમે બંને વચ્ચે કોઈ વાતને લઈને મનમોàª
Advertisement
સમાજ હંમેશા જજ કરશે...
બૉલીવુડમાં પણ કેટલાય આવા કપલ્સ છે, જેમની વચ્ચેની ઉંમરનું ખૂબ જ અંતર હોય છે અને આ કારણે તેમને વારંવાર જજ કરવામાં આવે છે. કેટલાક લોકો આ કપલ્સની આલોચના કરે છે તેમાંથી કેટલાક લોકો તો તેમના પીઠ પાછળ ઘણી વાતો પણ કરતા હોય છે.
પાર્ટનર પર દોષનો ટોપલો...
ઉંમરમાં વધુ અંતર હોવાના કારણે લગ્ન બાદ આ બાબતે ઘણી તકલીફો આવે છે. આ સમયે એવું બની શકે કે તમે બંને વચ્ચે કોઈ વાતને લઈને મનમોટાવ પણ શરૂ થઈ શકે છે. અને વારંવાર ઝઘડા થવાના કારણે તમે બંને એકબીજા પર દોષારોપણ કરવા લાગો. એવામાં ઘણી વખત તમે પાર્ટનરને પણ દોષી ઠેરવી શકો છો.
વિચાર અને માનસિકતા અલગ હોવી
જો પતિ-પત્ની સંપૂર્ણ રીતે અલગ અલગ વાતાવરણમાં ઉછરેલા હોવ તો બંનેના વિચારોમાં વિસમાનતા રહેવાની. અને એ સાથે એપિનિયન પણ અલગ રહેવાના. અને કેટલાક મુદ્દા પર બંનેના નિર્ણયો અલગ અલગ હોવાના કારણે ઝઘડા પણ વધી શકે છે.
બાળક પેદા કરવાનો નિર્ણય
ઉંમરમાં વધુ અંતર હોવાના કારણે બાળકને જન્મ આપવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કપલમાં એકને બાળક જોઈતું હોય તો, બીજાને ન જોઈતું હોય.. તેમાં કપલમાંથી જેની ઉંમર વધુ હોય તેમને બાળક પેદા કરવાનો સમય પસાર થઈ જતો રહે છે, કારણે સમય અનુસાક ફર્ટિલિટી ઓછી થઈ જાય છે. તેથી આવામાં જો સામેવાળું પાત્ર બાળક પેદા કરવા ન ઈચ્છતું હોય તો સમસ્યા થઈ શકે છે..
સેક્સલાઈફમાં સમસ્યા
સેક્સ કમ્પેટિબિલિટીની વાત આવે ત્યારે ઉંમરમાં વધુ તફાવત હોવાના કારણે ઘણી તકલીફો આવી શકે છે. જેના કારણે જેની ઉંમર વધુ હોય તેમને યૌન ઈચ્છા કે કામેચ્છાનો સામનો કરવો પડી શકે છે, જેથી નાની ઉંમરના પાર્ટનરને તકલીફ થઈ શકે છે.
Advertisement


