ગમે તેવું મોટું દેવું ઉતારી આપશે આ નાનકડો ઉપાય, આર્થિક સમસ્યાઓથી મળશે હંમેશા માટે મુક્તિ
શનિદેવની મહાદશા ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પર શનિદેવનો સારો પ્રભાવ હોય તો તે એક રંકને પણ રાજા બનાવે છે.પણ જો શનિની ખરાબ દ્રષ્ટિ હોય તો તે કારણે રાજા પણ રંક બની જાય છે.હિન્દુ ધર્મમાં શનિને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. શનિને રાહુ અને કેતુનો ગ્રહ માનવામાં આવે છે. પરંતુ હકીકતમાં શનિ ન્યાયના દેવતા છે. એવું કહેવાય છે કે શનિ મનુષ્યને તેના સારા અને ખ
Advertisement
શનિદેવની મહાદશા ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પર શનિદેવનો સારો પ્રભાવ હોય તો તે એક રંકને પણ રાજા બનાવે છે.પણ જો શનિની ખરાબ દ્રષ્ટિ હોય તો તે કારણે રાજા પણ રંક બની જાય છે.
હિન્દુ ધર્મમાં શનિને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. શનિને રાહુ અને કેતુનો ગ્રહ માનવામાં આવે છે. પરંતુ હકીકતમાં શનિ ન્યાયના દેવતા છે. એવું કહેવાય છે કે શનિ મનુષ્યને તેના સારા અને ખરાબ કાર્યોની સજા આપે છે. કહેવાય છે કે શનિદેવની સાડે સાતી સદી દરેક વ્યક્તિના જીવનમાં ચોક્કસપણે આવે છે. વળી તે ત્રણ વખત આવે છે. આ દરમિયાન મનુષ્યના જીવનમાં ઘણા સારા નરસા પ્રસંગો ઘડવાની સંભાવના રહેલી હોય છે.
જો કુંડળીમાં શનિ ઉચ્ચ હોય તો તે વ્યક્તિને અણધાર્યા લાભ આપી શકે છે, પરંતુ જો શનિની સ્થિતિ ખરાબ હોય તો તમારે જીવનભર પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. હિંદુ ધર્મમાં શનિદેવની મહાદશાથી બચવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
પીપળાના ઝાડને જળ ચઢાવો
શનિવારે સાંજે પીપળાના ઝાડ પાસે જઈને જળ ચઢાવો અને ત્યાં લોટનો ચારમુખી દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિ આર્થિક સમસ્યાઓથી મુક્તિ મેળવે છે.
ભગવાન શિવજીની પૂજા
શનિદેવના પ્રકોપથી બચવા માટે શનિવારે વ્રત રાખવું જોઈએ અને આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થાય છે. તેની સાથે જ શનિદેવ પણ પ્રસન્ન થાય છે. આ સિવાય શનિવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે, કારણ કે ભગવાન શિવ શનિદેવના ગુરુ છે, તેથી આ દિવસે ભગવાન શિવની પૂજાની સાથે શિવ ચાલીસાના પાઠ કરવાથી વિશેષ લાભ મળે છે.
કાળી વસ્તુઓનું દાન
શનિવારે કાળી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ ફળદાયી છે. આ દિવસે અડદની દાળ, કાળું કપડું, કાળા તલ અને કાળા ચણા કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. આનાથી સાડે સતી અને શનિ ખરાબ અસર ઓછી થઈ જશે.


