Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ધોનીના આ ખાસ મિત્રએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ

IPLના ઈતિહાસના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક સુરેશ રૈના (Suresh Raina)એ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રૈનાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા નિવૃત્તિની જાણકારી આપી હતી. સુરેશ રૈનાએ ટ્વીટમાં લખ્યું કે, 'મારા દેશ અને રાજ્ય ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરું છું. હું BCC
ધોનીના આ ખાસ મિત્રએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ
Advertisement
IPLના ઈતિહાસના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક સુરેશ રૈના (Suresh Raina)એ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રૈનાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા નિવૃત્તિની જાણકારી આપી હતી. સુરેશ રૈનાએ ટ્વીટમાં લખ્યું કે, 'મારા દેશ અને રાજ્ય ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરું છું. હું BCCI, UPCA, ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજીવ શુક્લા સર અને મારા તમામ ચાહકોનો મારી ક્ષમતાઓમાં અવિશ્વસનીય વિશ્વાસ અને સમર્થન માટે આભાર માનું છું.

ટીમ ઈન્ડિયાના ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ IPL 2023 પહેલા પોતાના ફેન્સને મોટો ઝટકો આપ્યો છે. 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહીને તેણે પૂરા 2 વર્ષ બાદ બીજો નિર્ણય લીધો છે. IPL 2022 ની 15મી સિઝનમાં તે અનસોલ્ડ રહ્યો હતો ત્યારથી તેના વિશે વિવિધ પ્રકારની અટકળો શરૂ થઈ હતી. પરંતુ, સતત અવગણનાને કારણે સુરેશ રૈનાએ ભારતીય ક્રિકેટમાંથી સંપૂર્ણ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. નોંધપાત્ર રીતે, રૈનાએ 15 ઓગસ્ટ 2020ના રોજ ધોની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ તે સ્થાનિક ક્રિકેટમાં ખાસ કરીને IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો હતો. પરંતુ છેલ્લી સિઝનમાં, CSKએ તેને મેગા ઓક્શન પહેલા રિલીઝ કર્યો હતો અને પછી હરાજીમાં પણ તેના માટે બોલી લગાવી ન હતી. આ પછી રૈના પહેલીવાર IPLમાં અનસોલ્ડ રહ્યો.
Advertisement

રૈનાએ એક દિવસ પહેલા એટલે કે 5 સપ્ટેમ્બરે ક્રિકેટ રમતા વિડીયો પણ અપલોડ કર્યો હતો. પરંતુ એક દિવસ બાદ તેણે પોતાના નિર્ણયથી ચાહકોને ચોંકાવી દીધા. રૈનાના નિર્ણયનો અર્થ એ છે કે તે હવે IPL કે અન્ય કોઈ સ્થાનિક લીગમાં રમતા જોવા મળશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રૈનાએ વિદેશી લીગમાં રમવા માટે આ પગલું ભર્યું છે. એવી અટકળો પણ ચાલી રહી છે કે આ ઓલરાઉન્ડર આવતા વર્ષે શરૂ થઈ રહેલી દક્ષિણ આફ્રિકાની T20 લીગમાં રમી શકે છે. આ લીગમાં પણ ચેન્નાઈ સુપર કિંગ્સના માલિકોએ જોહાનિસબર્ગની ફ્રેન્ચાઈઝી ખરીદી છે. આ લીગ IPLની તર્જ પર રમાશે, જેમાં તમામ છ ટીમોને IPL ફ્રેન્ચાઈઝીના માલિકોએ ખરીદી લીધી છે.

Tags :
Advertisement

.

×