Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હાર્ટ-એટેક પહેલા જોવા મળે છે આ લક્ષણ, કંઈક આવું થાય તો સમજો મંડરાઈ રહ્યો છે ખતરો

ગરમી અને તડકાને કારણે લોકોના સુંદરતાની સાથે સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે. કાળઝાળ ગરમી અને તડકાને કારણે હૃદયરોગના દર્દીઓની મુશ્કેલીઓ પણ વધી છે. તેથી બની શકે તેટલું તીવ્ર તડકાથી બચવાનો પ્રયાસ કરવો અને શરીરને હાઈડ્રેટેડ રાખવું. ત્યારે આવો જાણીએ કે એવા તો કયા લક્ષણો છે, જેની અવગણના ન કરવી જોઈએ. બ્લડપ્રેશરવધારે સમય સુધી કાળઝાળ ગરમી અને તીવ્ર તડકામાં અથવા ગરમીમાં રહેવાથી બ્લડ
હાર્ટ એટેક પહેલા જોવા મળે છે આ લક્ષણ  કંઈક આવું થાય તો સમજો મંડરાઈ રહ્યો છે ખતરો
Advertisement
ગરમી અને તડકાને કારણે લોકોના સુંદરતાની સાથે સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે. કાળઝાળ ગરમી અને તડકાને કારણે હૃદયરોગના દર્દીઓની મુશ્કેલીઓ પણ વધી છે. તેથી બની શકે તેટલું તીવ્ર તડકાથી બચવાનો પ્રયાસ કરવો અને શરીરને હાઈડ્રેટેડ રાખવું. ત્યારે આવો જાણીએ કે એવા તો કયા લક્ષણો છે, જેની અવગણના ન કરવી જોઈએ.
 બ્લડપ્રેશર
વધારે સમય સુધી કાળઝાળ ગરમી અને તીવ્ર તડકામાં અથવા ગરમીમાં રહેવાથી બ્લડપ્રેશર ઘટી જાય છે. અને જો આમ વારમવાર થતું હોય તો બૉડી ચેકઅપ અને હાર્ટ ચેકઅપ ચોક્કસથી કરાવશો..
ડિહાઇડ્રેશન
ડિહાઈડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ઊણપ. પરંતુ હંમેશા તેને સામાન્ય જ ગણવી જીવલેણ સાબિત થઈ શકે છે. વધારે ગરમીના દિવસોમાં વારંવાર ડિહાઈડ્રેશન થતું રહેતું હોય તો, તેવી વ્યક્તિઓને હાર્ટ-એટેક આવવાની સંભાવના વધારે રહે છે. 
બેભાન થવું
ગરમીમાં કોઈ બેભાન થઈ જાય છે, તો લોકો સમજે છે કે પાણીની ઊણપ અથવા તીવ્ર તડકાથી આવું થયું. જ્યારે એક નોર્મલ ફ્લોમાં આપણું હૃદય લોહીનો સંચાર નથી કરી શકતું તો આ સ્થિતિમાં બેભાન થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ધ્યાન રાખવાની વાત એ છે કે જો તમે સમય રહેતાં આ સમસ્યા પર ધ્યાન ન આપ્યું તો હાર્ટ-એટેકનું જોખમ રહે છે.
થાક
ભાગદોડ અથવા તો વાતાવરણમાં બદલાવના કારણે ઘણીવાર શરીરમાં ઝડપથી થાક ભરાઈ છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો સાવધાન થઈ જાઓ. એનાથી તમારા હાર્ટ પર અસર પડી શકે છે. હકીકતમાં કાર્ડિયક અરેસ્ટ થવા પર કોઈ વ્યક્તિના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જાય છે, પરંતુ લોકો ગરમીનો થાક સમજીને તેની અવગણના કરે છે. આવી ભૂલ ન કરો અને તરત ડૉક્ટરની સલાહ લો.
માઈગ્રેન
ગરમીમાં તડકાના કારણે માઈગ્રેનની સમસ્યા વધી જાય છે. પરંતુ એનું મુખ્ય કારણ ગરમી નથી. હકીકતમાં આ સીઝનમાં માઈગ્રેનના દર્દીઓના હૃદય પર વધારે દબાણ પડે છે અને ગરમીના સંપર્કમાં આવવાથી હાર્ટને સપ્લાય કરતી લોહીની નસોની અંદર ગાંઠો બનવાનું જોખમ વધી જાય છે. એનાથી હાર્ટ-એટેક આવી શકે છે.
શરીર વધવું
લોકો ગરમીની સીઝનમાં ફરતી વખતે જલદી થાકી જાય છે. તડકો વહેલા નીકળવાથી મોર્નિંગ વોકનો સમય ઓછો થઈ જાય છે. આવી સ્થિતિમાં શરીરમાં ફેટ વધવા લાગે છે, જેની સીધી અસર હાર્ટ પર થાય છે. વજન વધવાની સાથે જ આપણા હૃદયનો આકાર પણ મોટો થઈ જાય છે. હૃદયનો આકાર વધવાથી હાર્ટ-એટેક અથવા પછી સ્ટ્રોક જેવી બીમારીનું જોખમ વધી જાય છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વજન વધવાથી હૃદય આઠ ગ્રામ સુધી ભારે થઈ જાય છે, જ્યારે એના આકારમાં 5% સુધીનો વધારો થઈ જાય છે.
Tags :
Advertisement

.

×