આજે ભાદરવી પૂનમ, અંબાજી, શામળાજી અને ખેડબ્રહ્મામાં હજારો ભક્તો ઉમટ્યા
આજે ભાદરવી પૂનમ છે. પૂનમના પવિત્ર દિવસે યાત્રાધામ અંબાજીમાં હજારોની સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચ્યા છે. ખેડબ્રહ્મામાં પણ મા અંબાના મંદિરમાં માઇ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહયું છે, તો સાથે સાથે શામળાજીમાં પણ શામળીયા ઠાકરના દર્શનાર્થે ભક્તો પહોંચ્યા છે. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો છેલ્લા છ દિવસથી ચાલી રહ્યો છે. અંબાજીમાં શુક્રવારે 3.63 લાખ માઇ ભક્તોએ મા અંબાના દર્શન
Advertisement
આજે ભાદરવી પૂનમ છે. પૂનમના પવિત્ર દિવસે યાત્રાધામ અંબાજીમાં હજારોની સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચ્યા છે. ખેડબ્રહ્મામાં પણ મા અંબાના મંદિરમાં માઇ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહયું છે, તો સાથે સાથે શામળાજીમાં પણ શામળીયા ઠાકરના દર્શનાર્થે ભક્તો પહોંચ્યા છે.
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો છેલ્લા છ દિવસથી ચાલી રહ્યો છે. અંબાજીમાં શુક્રવારે 3.63 લાખ માઇ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. અંબાજીમાં વીતેલા 5 દિવસમાં 20.11 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. મંદિરના ભંડાર અને ગાદીના દાનની આવક 2720196 થઇ છે. જ્યારે અંબાજીમાં ઓનલાઇન દાનની આવક 3289162 રુપિયા થઇ છે.
બીજી તરફ પૂનમને અનુલક્ષીને યાત્રાધામ શામળાજી ખાતે પણ હજારો ભક્તો ઉમટયા છે. ભાદરવી પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો પગપાળા શામળાજી પહોંચ્યા છે અને શુક્રવારે મોડી રાતથી જ મંદિર પરિસર પગપાળા ભક્તોથી ઉભરાયું છે. ભાદરવી પૂર્ણિમાએ પગપાળા આવી શામળિયાના દર્શનનું અનેરું મહત્વ છે. અંબાજી બાદ ભક્તો પગપાળા શામળિયાના ચરણે આવી રહ્યા છે. જિલ્લા પોલીસ વડાએ પણ પોલીસ સ્ટાફ સાથે પગપાળા આવીને શામળીયાના દર્શન કર્યા હતા. પૂર્ણિમા નિમિત્તે દિવસ દરમિયાન હજારો ભક્તો શામળીયાના દર્શન કરશે. ભક્તોનો ધસારો જોતા મંદિર એક કલાક વહેલું ખોલાયું હતું. ભક્તો શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
આજે ભાદરવી પૂનમ નિમિત્તે યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે પણ મોટી સંખ્યામાં માઇ ભક્તો મા અંબે ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ખેડબ્રહ્મામાં પણ હજારો માઇ ભક્તો માતાજીના દર્શન કરવા પહોંચ્યા છે. તમામ યાત્રાધામોમાં ભક્તોના ધસારાને જોતાં તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.


