અંજારમાં વેપારી પર ત્રણ શખ્સોએ કર્યો જીવલેણ હુમલો
અંજારમાં ફરી એકવાર સ્થાનિક પોલીસનું નાક કપાયું છે,ભરચક ગંગાનાકા વિસ્તારમાં હત્યાના પ્રયાસની ઘટના બનવા પામી હતી પાણીના પ્લાન્ટમાં ત્રણ જણાએ ઘુસીને માલિકને ધોકાથી ફટકારી દીધા હતા,સોનાની ચેઇન અને રોકડા લઈ આરોપીઓ ફરાર થયા હતા,ભોગ ગ્રસ્ત વેપારી બેભાન થઈ જતા સારવાર તળે ખસેડાયા છે. અંજાર પોલીસની નબળી કાર્યવાહીના કારણે ગુનેગારો બેખોફ બન્યા છેમારા મારી જેવા કિસ્સાઓ પ્રકાશમાં આવવા
Advertisement
અંજારમાં ફરી એકવાર સ્થાનિક પોલીસનું નાક કપાયું છે,ભરચક ગંગાનાકા વિસ્તારમાં હત્યાના પ્રયાસની ઘટના બનવા પામી હતી પાણીના પ્લાન્ટમાં ત્રણ જણાએ ઘુસીને માલિકને ધોકાથી ફટકારી દીધા હતા,સોનાની ચેઇન અને રોકડા લઈ આરોપીઓ ફરાર થયા હતા,ભોગ ગ્રસ્ત વેપારી બેભાન થઈ જતા સારવાર તળે ખસેડાયા છે. અંજાર પોલીસની નબળી કાર્યવાહીના કારણે ગુનેગારો બેખોફ બન્યા છે
મારા મારી જેવા કિસ્સાઓ પ્રકાશમાં આવવા પામી રહ્યા છે
આ સમગ્ર બનાવમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે રાત્રિ દરમિયાન આ ઘટના બનવા પામી હતી ત્રણ આરોપીઓએ આવીને પાણીના પ્લાન્ટના સંચાલકને માર મારીને લૂંટી લીધો હતો અંજાર પોલીસને જાણ કરવામાં આવી હતી સ્થળ પર પોલીસની ટીમ દોડી આવી હતી આજે બીજા દિવસે પણ આરોપીઓ હાથમાં આવી શક્યા નથી પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલી રહી છે લાંબા સમયથી જોવા જઈએ તો પૂર્વ કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથડી રહી છે લૂંટ, મારા મારી જેવા કિસ્સાઓ પ્રકાશમાં આવવા પામી રહ્યા છે ત્યારે પોલીસની ધાક વગરની કામગીરી સામે અનેક સવાલો પણ ઊભા થવા પામ્યા છે
વેપારીઓએ પણ ભેદ ઉકેલવા પોલીસ પાસે માંગ કરી છે
પૂર્વ કચ્છમાં મોટાભાગની કંપનીઓ આવેલી છે જ્યાં અનેક બહારના શ્રમજીવીઓ કામ કરતા હોય છે તેઓના બી રોલ ભરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવે તે જરૂરી બની રહે છે તેની સાથે સાથે મકાનમાં ભાડે રહેતા કામદારોના પણ પોલીસે બી રોલ ભરવા જરૂરી બની રહે છે મકાન માલિકોએ પણ આ બાબતની જાણ પોલીસને કરવી જરૂરી બની રહે છે બનાવ અંગે અંજાર પોલીસે હત્યાના પ્રયાસ અને એટ્રોસીટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યાં હતા
અંજાર નગરપાલિકા કચેરી સામે આરઓ પાણીના પ્લાન્ટ બહાર બનાવ બન્યો હતો. ફરિયાદી મંગલ વેરશીભાઈ ધુવા (ઉ.વ. ૩૬, રહે. રામદેવનગર મંદિર પાછળ, અંજાર)ના મિત્ર સંજ્ય ૫૨ એહમદ, સદ્દામ, કાળિયો નામના શખ્સોએ ગાળો ભાંડી છરી અને લાકડી વડે હુમલો કર્યો હતો. સંજ્યને માર ખાતો જોઈ તેને બચાવવા દોડી ગયેલાં મંગલને આરોપીઓએ તેને જાતિ અપમાનિત કરી માથામાં લાકડીનો જોરદાર ફટકો મારતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. ઘટના બાદ આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યાં હતા. બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે તપાસ હાથ ધરી છે. સીસીટીવીમાં લાકડી ધારણ કરેલો શખ્સ યુવક પર હુમલો કર્યાં બાદ આરઓ પ્લાન્ટની અંદર આવી ટેબલ પર લાકડી ફટકારતો દેખાય છે. મંગલ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


