પોરબંદર જીલ્લાના ત્રણ પોલીસ અધિકારીઓને મળ્યો ડીજીપીનો એવોર્ડ
પોરબંદર જીલ્લાના ત્રણ પોલીસ અધિકારીઓને D.G.P નાCommendation Disc 2020 એવોર્ડ મળ્યો છે.ત્રણ અધિકારીઓને એવોર્ડ મળતાં પોલીસ તંત્રમાં ખુશાલી છવાઇ ગઇ હતી. D.G.P નાCommendation Disc 2020 એવોર્ડ માટે સારી અને પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ તથા કર્મચારીઓની જે તે જિલ્લાના પોલીસ અધિક્ષક દ્વારા DGP કચેરીને દરખાસ્ત મોકલાયા બાદ ગૃહ વિભાગની કમિટી દ્વારા કામગીરીનું અવલોકન કરવામાં આવે છે. આ પ્રકારે ગુજરાતના 110 અધિકારી-કર
Advertisement
પોરબંદર જીલ્લાના ત્રણ પોલીસ અધિકારીઓને D.G.P નાCommendation Disc 2020 એવોર્ડ મળ્યો છે.ત્રણ અધિકારીઓને એવોર્ડ મળતાં પોલીસ તંત્રમાં ખુશાલી છવાઇ ગઇ હતી.
D.G.P નાCommendation Disc 2020 એવોર્ડ માટે સારી અને પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ તથા કર્મચારીઓની જે તે જિલ્લાના પોલીસ અધિક્ષક દ્વારા DGP કચેરીને દરખાસ્ત મોકલાયા બાદ ગૃહ વિભાગની કમિટી દ્વારા કામગીરીનું અવલોકન કરવામાં આવે છે. આ પ્રકારે ગુજરાતના 110 અધિકારી-કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી માટે આ એવોર્ડ માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા. પોરબંદર જીલ્લાના ત્રણ પોલીસ અધિકારીઓને રાજ્યના ડીજીપી ના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. તારીખ 8 એપ્રિલ ના રોજ પોલીસ એકેડેમી કરાઈ ગાંધીનગર ખાતે ડી.જી.પી. આશિષ ભાટિયાના હસ્તે રાજ્યના વિવિધ પોલીસ અધિકારીઓ ને એવોર્ડ આપવામાં આવ્યા હતા, જેમાં પોરબંદર જિલ્લા એસ.ઓ.જી ના પીએસઆઇ અને બગવદર ઇન્ચાર્જ પી.એસ.આઇ.હરદેવસિંહ ગોહિલ, એસએસઆઇ રાજેન્દ્ર ભગવાનજીભાઈ જોષી- બિન તથા એસઓજીના કોન્સ્ટેબલ મહેબૂબખાન હબીબખાન બેલીમને ડી.જી.પી. આશિષ ભાટિયા ના વરદ હસ્તે Commendation Disk તથા પ્રમાણપત્ર થી સન્માનિત કરાયા હતા
જુનાગઢ રેજમાંથી કુલ 6 અધિકારીઓને એવોર્ડ મળ્યો છે,જેમાં જુનાગઢ રેંજ આઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, એસઓજી પીઆઇ જયરાજ મંગળુ ભાઈ વાળા, એસઓજી પીઆઇ હરદેવસિંહ ચંદ્રસિંહ ગોહિલ, એલસીબી પીએસઆઇ પોરબંદરના કરણસિંહ જોરસંગભાઈ ચૌહાણ, એએસઆઇ એલસીબીના રાજેન્દ્ર ભગવાનજીભાઈ જોષી તથા હેડ કોન્સ્ટેબલ એસઓજી પોરબંદરના મહેબૂબખાન હબીબખાન બેલીમને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ આપવામાં આવ્યો છે.
Advertisement


