ફિલ્ડિંગ દરમિયાન ટિમ ડેવિડનું ઉતરી ગયું પેન્ટ, જુઓ Video
IPLમાં પોતાના બેટથી ધમકેદાર પ્રદર્શન કરનાર મુંબઈ ઈન્ડિયન્સના ધમાકેદાર બેટ્સમેન ટિમ ડેવિડ હવે ઈંગ્લેન્ડમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહ્ય છે. જીહા, ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી વાઈટાલિટી બ્લાસ્ટ T20 ટૂર્નામેન્ટમાં તેણે બેટથી એકવાર ફરી ચોક્કા-છક્કાનો વરસાદ કર્યો છે. ટિમ ડેવિડનું આ જબરદસ્ત રૂપ લંકેશાયર અને વોરસેસ્ટરશાયર વચ્ચે રમાયેલી મેચમાં જોવા મળ્યું હતું જ્યાં ટિમ ડેવિડે વોરસેસ્ટરà
Advertisement
IPLમાં પોતાના બેટથી ધમકેદાર પ્રદર્શન કરનાર મુંબઈ ઈન્ડિયન્સના ધમાકેદાર બેટ્સમેન ટિમ ડેવિડ હવે ઈંગ્લેન્ડમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહ્ય છે. જીહા, ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી વાઈટાલિટી બ્લાસ્ટ T20 ટૂર્નામેન્ટમાં તેણે બેટથી એકવાર ફરી ચોક્કા-છક્કાનો વરસાદ કર્યો છે. ટિમ ડેવિડનું આ જબરદસ્ત રૂપ લંકેશાયર અને વોરસેસ્ટરશાયર વચ્ચે રમાયેલી મેચમાં જોવા મળ્યું હતું જ્યાં ટિમ ડેવિડે વોરસેસ્ટરશાયરના બોલરોની ખૂબ ધોલાઇ કરી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ ટીમના યુવા વિસ્ફોટક બેટ્સમેન ટિમ ડેવિડ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન ઘણી સારી રહી છે. IPLની આ સિઝનમાં MI ટીમે તેને વધુ મેચમાં રમવાની તક આપી ન હતી. પરંતુ જે પણ મેચોમાં ટિમ ડેવિડને તક મળી તે દરમિયાન તેના બેટથી તેણે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. વળી, ઈંગ્લેન્ડમાં આ દિવસોમાં T20 ટૂર્નામેન્ટ રમાઈ રહી છે, જેમાં વિશ્વના ઘણા મોટા ક્રિકેટર્સ રમતા જોવા મળી રહ્યા છે. તેમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા યુવા વિસ્ફોટક બેટ્સમેન ટિમ ડેવિડનું નામ પણ સામેલ છે અને તે આ દિવસોમાં આ લીગમાં વિસ્ફોટક ઈનિંગ્સ રમતા જોવા મળ્યા છે. ટિમ ડેવિડ હાલમાં T20 બ્લાસ્ટમાં લંકેશાયર ટીમ તરફથી રમી રહ્યો છે. ટિમ ડેવિડ આ લીગમાં પોતાની ટીમ માટે અત્યાર સુધીમાં બે મેચ રમી ચૂક્યો છે.
તે દરમિયાન, તેણે 27 મેના રોજ યોર્કશાયર સામે પ્રથમ મેચ રમી, જેમાં ડેવિડે 18 બોલનો સામનો કર્યો અને એક ફોર અને 3 હાઈરાઈઝ સિક્સરની મદદથી 35 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. ટિમે વોરસેસ્ટરશાયર સામે રમાયેલી મેચમાં પણ તોફાની બેટિંગ કરતા માત્ર 25 બોલમાં 4 ફોર અને 4 સિક્સરની મદદથી 60 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 240 હતી અને આ ઇનિંગના કારણે તેની ટીમ 12 રનથી મેચ જીતવામાં સફળ રહી હતી. છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા ડેવિડે 20મી ઓવર સુધી શાનદાર બેટિંગ કરી અને પોતાની ટીમને 7 વિકેટના નુકસાન પર 183 રન સુધી પહોંચાડી દીધી.
તેની આ ધમાકેદાર ઇનિંગ્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વળી આ મેચમાં ટિમ ડેવિડ સાથે એક ફની ઘટના પણ બની હતી, જેનો વિડીયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે ડેવિડ ફિલ્ડિંગ કરી રહ્યો છે ત્યારે ફોર બચાવવા દરમિયાન તેનું પેન્ટ ઉતરી જાય છે.
Advertisement


