Ahmedabad Chandola Demolition : Ahmedabad ક્રાઇમ બ્રાંચે લલ્લા બિહારીની કરી ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે લલ્લા બિહારીની ધરપકડ કરી છે. હર્ષભાઈ સંઘવીએ 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. 72 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થાય તે પહેલા જ પોલીસે પકડી પાડ્યો હતો. ચડોળા તળાવમાં ગેરકાયદે,ર પ્રવૃતિઓ લલ્લા બિહારી ચલાવતો હતો. લલ્લા બિહારી રાજસ્થાનના બાંસવાડામાંથી ઝડપાયો હતો. લલ્લા બિહારીની ધરપકડ મુદ્દે DCP એ નિવેદન આવ્યું હતું કે, લલ્લા બિહારી પર પહેલા 2 ગુના દાખલ થયેલા છે. હત્યાના પ્રયાસમાં આરોપી પેરોલ જમ્પ કરી ગયેલો છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ મોટા ખુલાસા થઈ શકે છે. આરોપી વ્યાજખોરીના ધંધા સાથે પણ સંકળાયેલો હતો. અલગ અલગ એજન્સીઓના દસ્તાવેજ પણ મળી આવ્યા. ઉત્તરપ્રદેશના કાસગંજમાં પણ તેની મજબૂત પકડ છે. UPના કાસગંજ સુધી ભાગવાની આરોપી ફિરાકમાં હતો. દબાણ, ગેરકાયદે ધંધા અને સંડોવણી અંગે તપાસ થશે. કેટલાક એજન્ટની માહિતી મળી છે તેના પર પણ વોચ. ડિમોલિશનની કામગીરી અટકી નથી, હજુ ચાલુ જ છે. અમૂક એજન્ટ બાંગ્લાદેશના લોકો સાથે સંકળાયેલા છે. કેટલાક દસ્તાવેજ પણ મળ્યા છે જે બોગસ ડોક્યુમેન્ટ છે. બોગસ દસ્તાવેજને લઈને અમે તપાસ કરી રહ્યા છીએ.


