'ભગવાન શ્રીકૃષ્ણએ પણ કહ્યું હતું, ઋતુઓમાં હું વસંત છું'...આજે વસંત પંચમીનો તહેવાર
આજે વસંત પંચમી (Vasant Panchami)નું પર્વ છે. માતા સરસ્વતી (Saraswati)ની આરાધના કરવાનું આજે મહાત્મ્ય છે કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર મહા મહિનાની શુકલ પક્ષની પંચમીના રોજ માતા સરસ્વતીની ઉત્પત્તી થઇ હતી. શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વસંત ઋતુથી થાય છે. ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું...વસંત પંચમીના તહેવાર વસંત ઋતુનો પ્રારંભ થઇ ચુક્યો છે અને મહા માસની શુકલ પક્ષની પાંચમને વસંત પંà
Advertisement
આજે વસંત પંચમી (Vasant Panchami)નું પર્વ છે. માતા સરસ્વતી (Saraswati)ની આરાધના કરવાનું આજે મહાત્મ્ય છે કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર મહા મહિનાની શુકલ પક્ષની પંચમીના રોજ માતા સરસ્વતીની ઉત્પત્તી થઇ હતી. શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વસંત ઋતુથી થાય છે. ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું...
વસંત પંચમીના તહેવાર
વસંત ઋતુનો પ્રારંભ થઇ ચુક્યો છે અને મહા માસની શુકલ પક્ષની પાંચમને વસંત પંચમીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. વસંત ઋતુના આગમન સાથે જ પ્રકૃતિ સોળે કલાએ ખીલે છે. આંબામાં મોર આવવાની શરુઆત થાય છે અને પક્ષીઓ પણ કલરવ કરે છે. કેસુડાના ફુલો ખીલવાની પણ શરુઆત થાય છે કારણ કે વસંત પંચમી બાદ જ હોળી ધૂળેટીનો તહેવાર આવે છે.
માતા સરસ્વતીની ઉત્પત્તી વસંત પંચમીના દિવસે થઇ હતી
ધાર્મિક માન્યતા મુજબ માતા સરસ્વતીની ઉત્પત્તી વસંત પંચમીના દિવસે થઇ હતી. આજે માતા સરસ્વતીની પૂજા અને આરાધના કરવામાં આવે છે. બ્રહ્માજીના માનસમાંથી મા સરસ્વતી પ્રગટ થયા હતા. વસંત પંચમીએ ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. રતિ અને કામદેવની પણ વસંત પંચમીએ પૂજા કરવામાં આવે છે.
ઋતુઓમાં હું વસંત છું
ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું હતું કે ઋતુઓમાં હું વસંત છું. વસંત ઋતુ પ્રકૃતિની શોભા વધારે છે અને કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલે છે. પ્રકૃતિ જુનુ સ્વરુપ ત્યજી નવું સ્વરુપ ધારણ કરે છે. જુના પર્ણ ખરે છે અને તાજી કૂંપળો ફૂટવા લાગે છે. વસંત ઋતુમાં નવા ફળ ફુલ અને શાકભાજી પણ ઉત્પન્ન થાય છે. ભગવાનને પણ ઋતુ મુજબ નવા ધાન અર્પણ કરવામાં આવે છે.
તમામ શુભ કાર્યો કરવામાં આવે છે.
વસંત પંચમીના દિવસે સ્વામિનારાયણ શિક્ષાપત્રીનો પણ પ્રાદુર્ભાવ થયો હતો અને સ્વામિનારાયણ મંદિરોમાં શિક્ષાપત્રીની પૂજા પણ કરવામાં આવે છે. વસંત પંચમીનો દિવસ શુભ હોવાથી તમામ શુભ કાર્યો કરવામાં આવે છે.
ઋતુઓના રાજા
કવિઓ પણ વસંત ઋતુને ઋતુઓના રાજા તરીકે ઉલ્લેખ કરે છે અને ગ્રંથોમાં વસંત ઋતુનું સુંદર વર્ણન જોવા મળે છે. આજના દિવસે તીર્થોમાં અને સંગમ સ્થાન પર સ્નાન કરવાનો પણ મહિમા છે. સંગીતમાં પણ વસંતનું એટલું જ મહત્વ છે અને એક રાગને વસંત તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


