Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અંબાજીમાં ચાલી રહેલા શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ, પ્રથમ દિવસે 70 હજાર શ્રદ્ધાળુઓએ કરી પરિક્રમા

જગવિખ્યાત અને ગુજરાતના પ્રથમ ગોલ્ડન ટેમ્પલ અંબાજી ખાતે 51 શક્તિપીઠ મહોત્સવ 2023નું રાજ્ય સરકાર અને બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આજે પરિક્રમાના બીજા  દિવસે શ્રદ્ધાળુઓથી પરિક્રમા પથ ઉભરાયો છે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે મંત્રી બળવંતસિંહ રાજપૂત ના હસ્તે ખુલ્લો મુકાયો હતો ત્યારે આજે બીજા દિવસે વિધાન
અંબાજીમાં ચાલી રહેલા શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ  પ્રથમ દિવસે 70 હજાર શ્રદ્ધાળુઓએ કરી પરિક્રમા
Advertisement
જગવિખ્યાત અને ગુજરાતના પ્રથમ ગોલ્ડન ટેમ્પલ અંબાજી ખાતે 51 શક્તિપીઠ મહોત્સવ 2023નું રાજ્ય સરકાર અને બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આજે પરિક્રમાના બીજા  દિવસે શ્રદ્ધાળુઓથી પરિક્રમા પથ ઉભરાયો છે. 
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે મંત્રી બળવંતસિંહ રાજપૂત ના હસ્તે ખુલ્લો મુકાયો હતો ત્યારે આજે બીજા દિવસે વિધાન સભા ના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ના હસ્તે યાત્રિકો માટે ખુલ્લો મુકાયો છે.
પ્રથમ દિવસે 70 હજાર શ્રદ્ધાળુઓએ પરિક્રમાનો લાભ લીધો
ભારતીય સંસ્ક્રુતિ માં 51 શક્તિપીઠ ના પાવનકારી દર્શનનું ખૂબ મહત્વ રહ્યું. મધ્યમ પરિસ્થિતિ ધરાવનાર લોકો માટે  51 શક્તિપીઠના દર્શન કરવા જવું સરળ નથી હોતું ત્યારે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘ દ્રષ્ટિ અને ડ્રિમ પ્રોજેકટ સમાન અંબાજી માતાજી ગબબરને ફરતે 51 શક્તિપીઠ બનાવવા એક સ્વપ્ન સેવ્યું હતુ તે આજે સાકાર કરી બતાવ્યું છે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૉના પ્રથમ દિવસે એક અંદાજ મુજબ 70 હજાર લોકોએ આ પરિક્રમાનો લાભ લીધો. સમગ્ર પરિક્રમમાં મોટી સંખ્યામાં માઇભક્તો જોડાયા હતા. ત્યારે આજે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં માઇ ભક્તો આરાસુરી માં અંબાના પાવનકારી દર્શન સાથે 51 શક્તિપીઠ પરિક્રમા જોડાયા
51 શક્તિપીઠ પરિક્રમાપથ શ્રદ્ધાળુઓથી ઉભરાયો
એક જ સ્થળે 51 દૈવી શક્તિના દર્શનનો સમન્વય એટલે અદભુત અનુભૂતિ ગણી શકાય. ભારતમાં એકમાત્ર એવું સ્થાનક અંબાજી છે જ્યાં માં અંબા ના દર્શન સાથે પવિત્ર 51 શક્તિપીઠના દર્શનનો પણ આલોકીક સમન્વય જોવા મળે છે ત્યારે શ્રધ્ધા સાથે ગુજરાતના ખૂણેખૂણે થી માઇભક્તો આજે પરિક્રમામાં જોડાયા અને જય અંબે ના નાદ થી સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો. નાના ભૂલકા થી માંડી વૃધ્ધા અવસ્થા એ પહોંચેલા માઇ ભક્તો પણ આજે પરિક્રમામાં જોવા મળ્યા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×