શ્રાવણ મહિનાનો આજે બીજો દિવસ : રાણીપના રામેશ્વર શિવ મંદિરમાં ભક્તોની ભીડ
શ્રાવણ મહિનાનો આજે બીજો દિવસ છે અને સમગ્ર રાજ્યમાં શિવભક્તિનો મહિમા જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવના મંદિર ખાતે વહેલી સવારેથી જ ભક્તોની ભીડ ઉમટવા લાગી છે.
Advertisement
શ્રાવણ મહિનાનો આજે બીજો દિવસ છે અને સમગ્ર રાજ્યમાં શિવભક્તિનો મહિમા જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવના મંદિર ખાતે વહેલી સવારેથી જ ભક્તોની ભીડ ઉમટવા લાગી છે. ભક્તોએ દૂધ, જળ અને બિલિપત્રોથી ભગવાન શિવને અભિષેક કરી શુભ ફળોની કામના કરી. મંદિરમાં આરતી અને શિવ ધૂનના ઉજાસથી વાતાવરણ ભક્તિમય બની ગયું છે. શ્રાવણના પાવન દિવસોમાં શિવભક્તો ઉપવાસ, પૂજા અને રુદ્રાભિષેક જેવા કાર્યક્રમો દ્વારા ભગવાન શિવને રીઝવવાના પ્રયત્નોમાં તત્પર રહે છે. રાણીપમાં ભક્તોની મોટી સંખ્યાએ આજના દિવસે દર્શન કરી શ્રદ્ધા અર્પણ કરી હતી.
Advertisement


