જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે પૂર્ણ, આવતી કાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ ના પરિસરની વીડિયોગ્રાફી સર્વે સોમવારે સતત ત્રીજા દિવસે કરવામાં આવી રહી છે. સર્વેની કામગીરી દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદ સર્વે ટીમમાંથી એક સભ્યને હટાવવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. તેમના પર સર્વેની માહિતી લીક કરવાનો આરોપ છે. જ્ઞાનવાપી સર્વેમાં સામેલ વરિષ્ઠ પત્રકાર ડો.રામપ્રસાદ સિંહને સર્વેમાં ભાગ લેતા અટકાવવામાં આવ્યા હતા.આવતી કાલà«
Advertisement
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ ના પરિસરની વીડિયોગ્રાફી સર્વે સોમવારે સતત ત્રીજા દિવસે કરવામાં આવી રહી છે. સર્વેની કામગીરી દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદ સર્વે ટીમમાંથી એક સભ્યને હટાવવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. તેમના પર સર્વેની માહિતી લીક કરવાનો આરોપ છે. જ્ઞાનવાપી સર્વેમાં સામેલ વરિષ્ઠ પત્રકાર ડો.રામપ્રસાદ સિંહને સર્વેમાં ભાગ લેતા અટકાવવામાં આવ્યા હતા.
આવતી કાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં ચાલી રહેલા સર્વે સામેની અરજી પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને પીએસ નરસિમ્હાની બેંચ અંજુમન ઈનાઝાનિયા મસ્જિદની મેનેજમેન્ટ કમિટિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. નીચલી અદાલત દ્વારા જાહેર કરવામાં આવેલા સર્વેના આદેશને 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટ વિરુદ્ધ જણાવવામાં આવ્યું છે.
હિન્દુ પક્ષની માગ
જ્યાં સુધી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી વજ્જુખાનાને હિન્દુ પક્ષ સાચવવા તૈયાર છે. ત્રીસ બાય ત્રીસ ફૂટના વજ્જુખાનાની બરાબર મધ્યમાં એક આકૃતિ મળી આવી છે, જેના વિશે હિન્દુ પક્ષનો દાવો છે કે તે એક શિવલિંગ છે. જ્યારે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે તે એક ફુવારાનો ભાગ છે અને આ ફુવારો 10 વર્ષ પહેલા કાર્યરત હતો. વજ્જુખાનામાં પાણી ભરવામાં આવ્યું છે જેથી નમાઝ પઢનારાઓને કોઈ મુશ્કેલી ન પડે. વજ્જુખાના સાથે કોઈ છેડછાડ ન કરી શકે તે માટે CRPFના સુરક્ષા જવાનો આ જગ્યા પર હાજર છે.
વોટર રેઝિસ્ટન્ટ કેમેરા લગાવી સર્વે કરવામાં આવ્યો
જ્ઞાનવાપી મસ્જિદમાં છેલ્લા 3 દિવસથી સર્વે ચાલી રહ્યો છે. આજે ત્રીજા દિવસે તળાવમાંથી પાણી કાઢી તેનો સર્વે કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તળાવમાં વોટર રેઝિસ્ટન્ટ કેમેરા લગાવીને વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. શનિવારથી શરુ થયેલો સર્વે આજે પુર્ણ થયો છે. સર્વે પૂર્ણ થતા વારાણસી જિલ્લા અને પોલીસ પ્રશાસને તમામ હિતધારકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે કોર્ટના આદેશ પર આ ત્રણ દિવસીય સર્વે કરવામાં આવ્યો છે. આમાં તમામ પક્ષોએ સહકાર આપ્યો હતો. વહીવટીતંત્રે લોકોને આ મામલે માત્ર સત્તાવાર નિવેદનો પર વિશ્વાસ કરવાની અપીલ કરી છે.
હિન્દુ પક્ષ કોર્ટમાં પહોંચ્યો
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળી આવવાના મુદ્દે હિન્દુ પક્ષ હવે કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે જ્યાંથી શિવલિંગ મળી આવ્યું છે તેને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવે. આ સાથે આ સ્થળે કોઈપણ વ્યક્તિના પ્રવેશ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સર્વે દરમિયાન શિવલિંગ મળ્યાનો દાવો
જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે અમને સર્વે દરમિયાન શિવલિંગ મળી આવ્યું છે. આ સાથે તળાવમાંથી મહત્વના પુરાવા પણ મળ્યા હોવાનું કહેવાય છે. જો કે મુસ્લિમ પક્ષે આ તમામ બાબતોને નકારી કાઢી છે. હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે, નંદીના મુખની સામે મસ્જિદમાં 12 ફૂટ 8 ઇંચ વ્યાસનું શિવલિંગ જોવા મળ્યું હતું.
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં આજે પણ સર્વેની કામગીરી ચાલુ રહેશે. સર્વે ટીમે લગભગ 65 ટકા કામગીરી પૂર્ણ કરી લીધી છે. જ્ઞાનવાપી સર્વેના બીજા દિવસે છત અને ગુંબજની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આ સાથે અત્યાર સુધીમાં 5 માંથી 4 ભોંયરાઓનો સર્વે થઈ ચૂક્યો છે. હવે માત્ર 1 ભોંયરું બાકી છે. 17 મે સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો છે. પરંતુ આ દરમિયાન ગઈકાલે મસ્જિદમાં વઝુખાના પાસેના તળાવને લઈને વિવાદ સર્જાયો હતો.
પૂર્વ વડાપ્રધાન નહેરુ નિશાના પર
જ્ઞાનવાપી પરના વિવાદાસ્પદ નિવેદનો વચ્ચે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આજની સ્થિતિને લઈને પૂર્વ વડાપ્રધાન નેહરુ પર નિશાન સાધ્યું. ગિરિરાજ સિંહે કહ્યું કે કાશી, મથુરા અને અયોધ્યાને નેહરુએ તુષ્ટિકરણની રાજનીતિ માટે વિવાદિત કર્યા હતા. બીજી તરફ આ સર્વેને લઈને સંઘના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારે કહ્યું કે આજે સત્ય બહાર આવવું જ જોઈએ. ઈન્દ્રેશ કુમારે કહ્યું કે લોકો તાજમહેલ, જ્ઞાનવાપી મસ્જિદ, કૃષ્ણ જન્મભૂમિનું સત્ય જાણવા માંગે છે. કોર્ટે સત્ય શોધવામાં મદદ કરવી જોઈએ. વાતચીત દ્વારા નિર્ણય લેવામાં આવશે.
આ વિવાદની વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટમાં આજે બપોરે 2 વાગ્યે જ્ઞાનવાપી મસ્જિદ અને ભગવાન વિશ્વેશ્વર મંદિર વચ્ચે ચાલી રહેલા જમીન વિવાદ અંગે મહત્વની સુનાવણી થવાની છે. આ સુનાવણીમાં એ નક્કી કરવામાં આવશે કે જમીન વિવાદ સંબંધિત 31 વર્ષ જૂના કેસની સુનાવણી થઈ શકે છે કે નહીં.


