અરવલ્લીના ભિલોડામાં વરસાદનું તાંડવ, ઝુંપડાં ધરાશાયી; વીજળી ખોરવાઈ
અરવલ્લી જિલ્લાના ભિલોડા અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનના કારણે વ્યાપક નુકસાન થયું છે. આકસ્મિક રીતે શરૂ થયેલા આ માવઠાએ ઝુંપડાંને ધ્વસ્ત કરી દીધાં, જ્યારે લીલછા-ધોલવાણી રોડ સહિત અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા, જેના કારણે રસ્તાઓ અવરોધાયા.
Advertisement
Aravalli : અરવલ્લી જિલ્લાના ભિલોડા અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનના કારણે વ્યાપક નુકસાન થયું છે. આકસ્મિક રીતે શરૂ થયેલા આ માવઠાએ ઝુંપડાંને ધ્વસ્ત કરી દીધાં, જ્યારે લીલછા-ધોલવાણી રોડ સહિત અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા, જેના કારણે રસ્તાઓ અવરોધાયા. આ ઉપરાંત, પવનની તીવ્રતાને કારણે વીજળીના થાંભલાઓ અને લાઇનોને નુકસાન થતાં ઘણા વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો, જેનાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
Advertisement


