સોલનના પરવાણૂમાં ટેકનિકિલ ક્ષતિને કારણે રોપ-વે ટ્રોલીમાં પ્રર્યટકો ફસાયા, તમામનું રેસ્ક્યુ
હિમાચલ પ્રદેશના સોલનમાં ટેકનિકલ ક્ષતિના કારણે રોપ-વે ટ્રોલી અધ વચ્ચે હવામાં બંધ પડી ગઇ હોવાની મોટી ઘટના સામે આવી છે. જેમાં 11 લોકો ફસાયા હતા. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અંદાજે ત્રણ કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ ફસાયેલા તમામ 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.હિમાચલ પ્રદેશના સોલનના પરવાણૂમાં કોઇ ટેકનિકલ ખ
Advertisement
હિમાચલ પ્રદેશના સોલનમાં ટેકનિકલ ક્ષતિના કારણે રોપ-વે ટ્રોલી અધ વચ્ચે હવામાં બંધ પડી ગઇ હોવાની મોટી ઘટના સામે આવી છે. જેમાં 11 લોકો ફસાયા હતા. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અંદાજે ત્રણ કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ ફસાયેલા તમામ 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
હિમાચલ પ્રદેશના સોલનના પરવાણૂમાં કોઇ ટેકનિકલ ખામીના કારણે એક રોપ-વે ટ્રોલી છેલ્લા બંધ પડી ગઇ હતી. આ રોપ-વે માં 11 લોકો ફયાસા હોવાની માહિતી મળી હતી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પ્રવાસીઓ હવામાં કેબલ કારની અંદર ફસાયેલા હતા. જેમને બચાવવા માટે રેસ્છેક્યુ ઓપરેશન શરુ કરાયયું હતું. જે હવે પુરુ થયું છે અને તમામ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.
Advertisement
શું છે ધટના?
મળી રહેલી માહિતી અનુસાર, અચાનક કેબલ કાર રસ્તામાં અટકી ગયો અને પછી ફસાઈ ગયો, ત્યારબાદ તેમાં બેઠેલા મુસાફરો ગભરાઈ ગયા. ઘટના અંગે માહિતી આપતાં સોલન એસપીએ જણાવ્યું કે, પરવાણૂ ટિમ્બર ટ્રેલ (કેબલ-કાર)માં ટેકનિકલ ખામીને કારણે 10-11 પ્રવાસીઓ ફસાયા છે. તેમને બચાવવા માટે બીજી કેબલ કાર ટ્રોલી તૈનાત કરવામાં આવી હતી. ટિમ્બર ટ્રેઇલ ઓપરેટરની ટેકનિકલ ટીમ અને પોલીસ ટીમ સ્થળ પર તૈનાત છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
Advertisement
સોલનના ધારાસભ્ય કર્નલ ધની રામ શાંડિલે કહ્યું કે, ટૂંક સમયમાં જ બધાને સુરક્ષિત બહાર કાઢવા માટે સેનાની મદદ લેવામાં આવશે. ફસાયેલા પ્રવાસીઓના વિડીયોમાં કેબલ કારની અંદર લોકો એકબીજાને ટેકો આપતા જોઈ શકાય છે. તેઓ વહેલી તકે મદદ માટે અપીલ કરી રહ્યા છે. વિડીયોમાં દેખાતા લોકોએ દાવો કર્યો છે કે, તેઓ લાંબા સમયથી કેબલ કારમાં ફસાયેલા હતા, તેમ છતાં તેમને બચાવવામાં નથી આવી રહ્યા.


