Surat માં ખાડીપૂરના કારણે વેપારીઓને આવ્યો રડવાનો વારો
સુરતમાં ખાડી પૂરના કારણે વેપારીઓને રડવાનો વારો આવ્યો છે. ટેક્સટાઈલ માર્કેટમાં ધોબીઘાટ જેવો દ્રશ્યો જોવા મળ્યા હતા.
Advertisement
સુરતમાં ખાડી પૂરના કારણે વેપારીઓને રડવાનો વારો આવ્યો છે. ટેક્સટાઈલ માર્કેટમાં ધોબીઘાટ જેવો દ્રશ્યો જોવા મળ્યા હતા. રીંગ રોડની આઠ જેટલી ટેક્સટાઈલ માર્કેટ પ્રભાવિત થવા પામી હતી. માર્કેટમાં રહેલો કરોડોની કિંમતનો માલ ખાડીપૂરમાં પલળ્યો હતો. ખાડીપુરના કારણે અંદાજિત 100 કરોડનું નુકસાન થવા પામ્યુ હતું. ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટમાં રહેલો માલ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો. વેપારીઓ દ્વારા સાડીઓ સૂકવવામાં આવી રહી છે. ટેક્સટાઈલ માર્કેટમાં પંખા નાખી સાડીઓ સૂકવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વેપારીઓ સાડીઓ સેલમાં કાઢવા મજબૂર બન્યા છે.
Advertisement


