Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટ્વિટરના કર્મચારીઓને કાઢી નહીં મુકાય, જાણો કોણે કહ્યું

એલોન મસ્ક (Elon Musk) સાન ફ્રાન્સિસ્કોમાં ટ્વિટર (Twitter)ના મુખ્યમથક પર પહોંચ્યા હતા. ટ્વિટરની ઓફિસની મુલાકાતમાં તેમણે તેના કર્મચારીઓને મોટી રાહતના સમાચાર આપ્યા છે. એલોન મસ્કે કહ્યું છે કે તે ટ્વિટર સંભાળ્યા પછી તેના 75 ટકા કર્મચારીઓને કાઢી મૂકશે નહીં. આ મામલા સાથે જોડાયેલા લોકો પાસેથી મળેલી માહિતીના આધારે આ સમાચાર સામે આવ્યા છે. એવી ચર્ચા થોડા દિવસોથી ચાલી રહી છે કે ટ્વિટરનું અધિગ્રહણ પૂ
ટ્વિટરના કર્મચારીઓને કાઢી નહીં મુકાય  જાણો કોણે કહ્યું
Advertisement
એલોન મસ્ક (Elon Musk) સાન ફ્રાન્સિસ્કોમાં ટ્વિટર (Twitter)ના મુખ્યમથક પર પહોંચ્યા હતા. ટ્વિટરની ઓફિસની મુલાકાતમાં તેમણે તેના કર્મચારીઓને મોટી રાહતના સમાચાર આપ્યા છે. એલોન મસ્કે કહ્યું છે કે તે ટ્વિટર સંભાળ્યા પછી તેના 75 ટકા કર્મચારીઓને કાઢી મૂકશે નહીં. આ મામલા સાથે જોડાયેલા લોકો પાસેથી મળેલી માહિતીના આધારે આ સમાચાર સામે આવ્યા છે. એવી ચર્ચા થોડા દિવસોથી ચાલી રહી છે કે ટ્વિટરનું અધિગ્રહણ પૂર્ણ થયા બાદ તેના 75 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે.

એલોન મસ્કે ટ્વિટર કર્મચારીઓને સંબોધન કર્યું
એલોન મસ્કને 28 ઓક્ટોબર, શુક્રવાર સુધીમાં $44 બિલિયનની ટ્વિટર એક્વિઝિશન ડીલ પૂર્ણ કરવાની છે. હવે આ ડીલ પૂર્ણ થવાનો રસ્તો દૂર થતો જણાઈ રહ્યો છે અને ગઈકાલે તેમણે સાન ફ્રાન્સિસ્કોમાં ટ્વિટરના હેડક્વાર્ટર ખાતે તેમની યોજના વિશે જણાવ્યું હતું.આ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું. કહ્યું કે તે ટ્વિટરમાંથી મોટા પાયે છટણી કરશે નહીં. જેમ કે અગાઉ કહેવામાં આવતું હતું કે તે ટ્વિટરના લગભગ બે તૃતીયાંશ કર્મચારીઓને બહાર કાઢશે.

ટ્વિટર કર્મચારીઓ માટે રાહતના સમાચાર
આ સમાચાર ચોક્કસપણે ટ્વિટરના કર્મચારીઓ માટે ઘણી રાહત હોઈ શકે છે. જો કે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તાજેતરમાં જ ટ્વિટરના કર્મચારીઓએ પણ એક ખુલ્લો પત્ર લખ્યો હતો. આ ખુલ્લા પત્રમાં, તેમણે સોદો પૂર્ણ કર્યા પછી કંપનીના બે તૃતીયાંશ કર્મચારીઓને છૂટા કરવાની એલોન મસ્કની કથિત યોજનાનો વિરોધ કર્યો હતો.

એલોન મસ્ક બેસિન લઇને પહોંચ્યા
ગઈ કાલે જ્યારે એલોન મસ્ક ટ્વિટરના હેડક્વાર્ટર પહોંચ્યા ત્યારે તેમણે પોતાની સાથે સિંક એટલે કે વોશ બેસિન પણ લીધો હતો અને તેના વિશે ચારેબાજુ ચર્ચા થઇ રહી છે. એલોન મસ્કે પણ ઓફિસ પહોંચતા ટ્વિટરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેના વિશે લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એલોન મસ્કે એક વિડીયો ટ્વિટ કર્યો છે જેમાં તે ટ્વિટર હેડક્વાર્ટરમાં સિંક ઉપાડીને ઓફિસમાં પ્રવેશતા જોવા મળે છે. આના પર એક રમુજી કેપ્શન આપતા તેણે લખ્યું, 'Twitter HQ માં એન્ટરિંગ - લેટ ધેટ સિંક ઇન!'.
એલોન મસ્કે પોતાના ટ્વિટર પ્રોફાઈલના બાયોમાં 'ચીફ ટ્વીટ' લખીને સંકેત આપ્યો છે કે તેઓ ટ્વિટરના આગામી બોસ હશે
Advertisement
Tags :
Advertisement

.

×