Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રખડતાં ઢોર નહીં પકડવા માટે લાંચ લેતા બે આરોપી પકડાયા

ગાંધીનગર મહાનગરપાલિકા ના એનિમલ કેચર તેમજ ઢોર પાર્ટીના ડ્રાઇવર લાંચ લેતા પકડાયા છે. બંન્ને આરોપીઓ પશુ માલિકો પાસેથી તેમના ઢોર ન પકડવા માટે મહિનાના 3 હજાર લેખે હપ્તો લેતા હતા. ગાંધીનગરના એનિમલ કેચર મનોજકુમાર અને ડ્રાઇવર જયતી વાઘેલા લાંચ લેતા રંગે હાથે પકડાયા છે. મહિનાના 3 હજાર લેખે લેતા હતા હપ્તાએક બાજુ રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા પરેશાન થઇ ઉઠી છે. અવારનવાર રખડતા ઢોરના કારàª
રખડતાં ઢોર નહીં પકડવા માટે લાંચ લેતા બે આરોપી પકડાયા
Advertisement
ગાંધીનગર મહાનગરપાલિકા ના એનિમલ કેચર તેમજ ઢોર પાર્ટીના ડ્રાઇવર લાંચ લેતા પકડાયા છે. બંન્ને આરોપીઓ પશુ માલિકો પાસેથી તેમના ઢોર ન પકડવા માટે મહિનાના 3 હજાર લેખે હપ્તો લેતા હતા. ગાંધીનગરના એનિમલ કેચર મનોજકુમાર અને ડ્રાઇવર જયતી વાઘેલા લાંચ લેતા રંગે હાથે પકડાયા છે. 
મહિનાના 3 હજાર લેખે લેતા હતા હપ્તા
એક બાજુ રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા પરેશાન થઇ ઉઠી છે. અવારનવાર રખડતા ઢોરના કારણે અકસ્માતની ઘટના સામે આવે છે. વડોદરામાં રખડતાં ઢોરના કારણે યુવકે આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. તો જૂનાગઢમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારે હાઇકોર્ટની આકરી ટકોર બાદ અંતે આજે તંત્ર જાગ્યું અને રખડતાં ઢોર પર એક્શન લેવાની શરૂ કરી છે. હાલ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના મોટા શહેરોમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ રહી છે. ઢોરપાર્ટી દ્વારા રખડતાં ઢોરને પકડવામાં આવી રહ્યાં છે. જો કે આ કાર્યવાહી કેટલા દિવસ ચાલશે. કારણ કે અગાઉ પણ આવી કાર્યવાહીઓ થઇ ચૂકી છે. પણ સ્થિતિ તેની તે જ રહી છે. જો કે આજે ગાંધીનગર ખાતેથી રખડતાં ઢોર નહીં પકડવા માટે લાંચ લેતા બે આરોપી પકડાયા છે. ડી પી વાઘેલા DY SP ACBS વધુ માહિતી આપતા કહ્યું હતું કે  બંને આરોપીની ACB અટકાયત કરી છે. 15 હજારની લાંચ લેતા પકડાયા પકડાયા છે.  જો કે આરોપીઓના ઘરે સર્ચ પણ કરવામાં આવશે. 

રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટની ફટકાર બાદ હવે રાજ્યનું તંત્ર  સફાળું જાગ્યું 
તાજતરમાં જ વડોદરામાં એક બાઇકસવાર યુવકનું મોત રસેતા પર રખડાતાં ઢોરના કારણે થયું હતું. ત્યાર બાદ  રખડતા ઢોરને પકડવા અને નિર્દોષ લોકો ભોગ ન બને તે માટે તંત્ર સક્રિય થયું છે. જો કે કેટલાક લેભાગુ તત્ત્વો આમાં પણ પોતાનો ફાયદો શોધતા હતા. અને હપ્તાખોરી ચાલુ કરી હતી. રખડતાં ઢોર મુદ્દે હાઈકોર્ટની ફટકાર બાદ હવે રાજ્યનું તંત્ર  દ્વારા આજથી રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં ઢોરમુક્ત રોડ રસ્તા માટે ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે પશુરંજાડ વિભાગના કર્મચારીઓ રસ્તા પર ઉતરી પડ્યા છે. હાઈકોર્ટના આદેશ મુજબ સળંગ 3 દિવસ સુધી કાર્યવાહી કરીને શહેરના રસ્તા ઢોરમુક્ત કરવાની આ કવાયતથી લોકોમાં આનંદની લાગણી જન્મી છે. પરંતુ તેમ છતાં અમદાવાદ શહેરમાં હજુ પણ કેટલાક વિસ્તારમાં પશુરંજાડ વિભાગ ઘોર નિદ્રામાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. 
રખડતાં ઢોરને લીધે એક વર્ષમાં 4,860 અકસ્માતના બનાવો
રાજ્યમાં રખડતાં ઢોરથી છેલ્લા એક વર્ષમાં અધધ 4,860 અકસ્માતના બનાવો બન્યા છે. જેમાં કેટલાય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો કેટલાય લોકો  મોતને ભેટયા હતા. 
Tags :
Advertisement

.

×