નેપાળમાં એક કલાકમાં 4.7 અને 5.3ની તીવ્રતાના બે ભૂકંપ
બુધવારે નેપાળ (Nepal)માં એક કલાકની અંદર બે ભૂકંપ (Earthquake) આવ્યા. નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર નેપાળ અનુસાર, બાગલુંગ જિલ્લામાં અનુભવાયેલા આંચકાની તીવ્રતા 4.7 અને 5.3 હતી. અહેવાલો અનુસાર, ભૂકંપ નેપાળના બાગલુંગમાં બપોરે 1 થી 2 (સ્થાનિક સમય) ની વચ્ચે ભૂકંપ આવ્યો હતો, જો કે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.NEMRCના રીડિંગ્સ અનુસાર, 01:23 (સ્થાનિક સમય) પર બાગલુંગ જિલ્લામાં 4.7ની તીવ્રતાનો àª
Advertisement
બુધવારે નેપાળ (Nepal)માં એક કલાકની અંદર બે ભૂકંપ (Earthquake) આવ્યા. નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર નેપાળ અનુસાર, બાગલુંગ જિલ્લામાં અનુભવાયેલા આંચકાની તીવ્રતા 4.7 અને 5.3 હતી. અહેવાલો અનુસાર, ભૂકંપ નેપાળના બાગલુંગમાં બપોરે 1 થી 2 (સ્થાનિક સમય) ની વચ્ચે ભૂકંપ આવ્યો હતો, જો કે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.
NEMRCના રીડિંગ્સ અનુસાર, 01:23 (સ્થાનિક સમય) પર બાગલુંગ જિલ્લામાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બીજો ભૂકંપ બાગલુંગ જિલ્લાના ખુંગાની આસપાસ 02:07 (સ્થાનિક સમય) પર આવ્યો હતો. NEMRCએ ટ્વીટ કર્યું કે હજુ સુધી કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની જાણ થઈ નથી.
ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા
આ પહેલા ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરકાશીમાં મંગળવારે મોડી રાત્રે 2.19 મિનિટે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ડિસેમ્બરમાં ઉત્તરાખંડમાં અનેક ભૂકંપ આવ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement


