Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હોસ્પિટલમાં ઘુસ્યા બે હાથી, સોશિયલ મિડીયામાં ફોટો વાયરલ

કેટલીકવાર પ્રાણીઓના ફની વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. આવી તસવીરો અને વિડીયો જોઇને લોકો અચંબિત પણ થઇ જતા હોય છે. આવી જ એક તસવીર પશ્ચિમ બંગાળમાંથી સામે આવી છે જેમાં બે હાથી હોસ્પિટલના વોર્ડમાં ઘુસતા જોવા મળ્યા હતા. આ તસવીર વાયરલ થતાં જ લોકોએ તેની મજા માણી હતી.આ તસવીર પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં આવેલી એક હોસ્પિટલમાંથી બહાર આવી છે. ભારતીય વન સેવા અધિકારી સુશાંત
હોસ્પિટલમાં ઘુસ્યા બે હાથી  સોશિયલ મિડીયામાં ફોટો વાયરલ
Advertisement
કેટલીકવાર પ્રાણીઓના ફની વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. આવી તસવીરો અને વિડીયો જોઇને લોકો અચંબિત પણ થઇ જતા હોય છે. આવી જ એક તસવીર પશ્ચિમ બંગાળમાંથી સામે આવી છે જેમાં બે હાથી હોસ્પિટલના વોર્ડમાં ઘુસતા જોવા મળ્યા હતા. આ તસવીર વાયરલ થતાં જ લોકોએ તેની મજા માણી હતી.
આ તસવીર પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં આવેલી એક હોસ્પિટલમાંથી બહાર આવી છે. ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ પોસ્ટ કરતા લખ્યું કે તે બંને હોસ્પિટલ ગયા છે. તેમાં એક હાથી હોસ્પિટલની બિલ્ડીંગની અંદર એક હોલનો ચક્કર લગાવતો જોવા મળે છે જ્યારે એક હાથી દરવાજા તરફ ઝૂકતો જોવા મળે છે.
એટલું જ નહીં, તેમની આસપાસ કોઈ માણસ પણ દેખાતો નથી. એવું લાગે છે કે તે બંને હોસ્પિટલને નિર્જન જોઈને દાખલ થયા હતા. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે હાથીઓ હોસ્પિટલના રૂમમાં ઘૂસી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો તેમને ભગાડવાની કોશિશ પણ કરી રહ્યા હતા.
અત્યારે સોશિયલ મીડિયા પર તેની તસવીર વાયરલ થતાં જ લોકોએ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું કે એવું લાગે છે કે બંને સારવાર માટે હોસ્પિટલ ગયા છે. જ્યારે બીજાએ લખ્યું કે આપણે તેમના જંગલોનો નાશ કરી રહ્યા છીએ તેથી તેઓ હવે અમારા ઘરમાં જ રહેશે. હાલમાં આ અંગે પ્રતિક્રિયાઓનો દોર ચાલી રહ્યો છે. 

Advertisement
Tags :
Advertisement

.

×