Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એક પક્ષીનો જીવ બચાવવા જતા બે લોકોના થયા મોત, Video

આપણા દેશમાં આજે પણ લોકો અબોલા જીવ પ્રત્યે પોતાનો પ્રેમ બતાવતા આવ્યા છે. આવો જ એક અબોલા જીવ પ્રત્યે પ્રેમ બતાવવું બે માણસોને ખૂબ જ મોંઘું પડ્યું છે. જીહા, અબોલા જીવને બચાવતા બે શખ્સના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. વાસ્તવમાં મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિંક પર એક કાર ચાલકે સમડીનો જીવ બચાવવા કાર ઉભી રાખી હતી, તે દરમિયાન ઝડપથી આવી રહેલી એક કારે આ બંને શખ્સને અડફેટે લેતા તે બંનેનું મà
એક પક્ષીનો જીવ બચાવવા જતા બે લોકોના થયા મોત  video
Advertisement
આપણા દેશમાં આજે પણ લોકો અબોલા જીવ પ્રત્યે પોતાનો પ્રેમ બતાવતા આવ્યા છે. આવો જ એક અબોલા જીવ પ્રત્યે પ્રેમ બતાવવું બે માણસોને ખૂબ જ મોંઘું પડ્યું છે. જીહા, અબોલા જીવને બચાવતા બે શખ્સના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. 
વાસ્તવમાં મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિંક પર એક કાર ચાલકે સમડીનો જીવ બચાવવા કાર ઉભી રાખી હતી, તે દરમિયાન ઝડપથી આવી રહેલી એક કારે આ બંને શખ્સને અડફેટે લેતા તે બંનેનું મોત નિપજ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, કાર ચાલકે ઘાયલ સમડીનો જીવ બચાવવા માટે અહીં પોતાની ગાડી ઉભી રાખી હતી. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ ગઇ છે. જેા સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, આ બંને શખ્સ રસ્તાની એક સાઇડમાં ઉભા છે જેઓ એક ઘાયલ સમડીને બચાવવા માટે કાર ઉભી રાખી હતી. પરંતુ આ દરમિયાન પાછળથી એક ઝડપથી આવી રહેલી કારે આ બંને શખ્સને અડફેટે લીધા હતા, જે પછી બંને લોકો હવામાં ફંગોડાઇ ગયા હતા. 
મળી રહેલી માહિતી અનુસાર, આ ઘટનામાં એક શખ્સ અમરનું ઘટનાસ્થળે જ તો બીજા શખ્સ કે જે ડ્રાઈવર છે તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. વળી આ મામલે જે જીવ દયા પ્રેમી અમરનું મોત નિપજ્યું છે તેમના પરિવારે આ મામલે ડ્રાઈવર વિરુદ્ધ એક્સન લેવાની ના પાડી દીધી છે. જોકે, પોલીસે CCTV ફૂટેજના આધારે કાર ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 
Tags :
Advertisement

.

×