Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુંબઈમાં કોરિયન મહિલા યુટ્યુબર સાથે બે યુવકોએ કર્યું અભદ્ર વર્તન, જુઓ આ Video

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ખાર વિસ્તારમાં કોરિયન મહિલા સાથે બે યુવકો દ્વારા છેડતીની ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. યુવતી યુટ્યુબર છે અને ઘટના બની ત્યારે તે લાઈવ સ્ટ્રીમિંગ કરી રહી હતી. વીડિયો સામે આવ્યા બાદ ખાર પોલીસે કાર્યવાહી કરી અને કલમ 354 હેઠળ કેસ નોંધ્યો. પોલીસે બંને આરોપી 19 વર્ષના ચાંદ મોહમ્મદ અને 20 વર્ષના મોહમ્મદ નકીબ અંસારીની ગુરુવારે વહેલી સવારે ધરપકડ કરી હતી.કà
મુંબઈમાં કોરિયન મહિલા યુટ્યુબર સાથે બે યુવકોએ કર્યું અભદ્ર વર્તન  જુઓ આ video
Advertisement
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ખાર વિસ્તારમાં કોરિયન મહિલા સાથે બે યુવકો દ્વારા છેડતીની ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. યુવતી યુટ્યુબર છે અને ઘટના બની ત્યારે તે લાઈવ સ્ટ્રીમિંગ કરી રહી હતી. વીડિયો સામે આવ્યા બાદ ખાર પોલીસે કાર્યવાહી કરી અને કલમ 354 હેઠળ કેસ નોંધ્યો. પોલીસે બંને આરોપી 19 વર્ષના ચાંદ મોહમ્મદ અને 20 વર્ષના મોહમ્મદ નકીબ અંસારીની ગુરુવારે વહેલી સવારે ધરપકડ કરી હતી.
કોરિયન વ્લોગરની બે વ્યક્તિઓ દ્વારા છેડતી
મહારાષ્ટ્રમાંથી એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. મુંબઈમાં કોરિયન મહિલા (South Korea) સાથે છેડતીની ઘટના સામે આવી છે. કોરિયન મહિલા યુટ્યુબરનો યૌન ઉત્પીડનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, જાણવા મળ્યું છે કે યુટ્યુબર મહિલા દક્ષિણ કોરિયાની નાગરિક છે. મુંબઈના ખાર વિસ્તારમાં કોરિયન વ્લોગરની બે વ્યક્તિઓ દ્વારા છેડતી કરવામાં આવી હતી. આ ઘટના મંગળવારે બની હતી, વીડિયો વાયરલ થયા બાદ ખાર પોલીસ સ્ટેશને આ મામલાની નોંધ લીધી હતી. આ પછી બંને આરોપીઓની પોલીસે IPCની કલમ 354 હેઠળ ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ પીડિતા દક્ષિણ કોરિયાની નાગરિક છે અને આ ઘટના રાત્રે લગભગ આઠ વાગ્યે બની હતી. મહત્વનું છે કે, તે સમયે કોરિયન મહિલા યુટ્યુબર ઉપનગરીય ખાર વિસ્તારમાં લાઇવ સ્ટ્રીમિંગ કરી રહી હતી.
આરોપી મહિલાનો હાથ ખેંચતો જોવા મળ્યો
કોરિયન યુટ્યુબર સાથે છેડતીની આ ઘટના 29 નવેમ્બરની સાંજની છે. ઘટના સમયે તે મુંબઈના ખાર વિસ્તારમાં લાઈવ સ્ટ્રીમિંગ કરી રહી હતી. વીડિયોમાં જોવા મળે છે કે એક યુવક દક્ષિણ કોરિયાની આ મહિલાની ખૂબ નજીક આવે છે અને તેના વિરોધ છતાં તેનો હાથ ખેંચે છે. તે વારંવાર મહિલાને તેની સ્કૂટી પર બેસવાનું કહે છે. આ દરમિયાન તે મહિલાની ખૂબ જ નજીક આવે છે અને તેને કિસ કરવાનો પ્રયાસ પણ કરે છે, ત્યારબાદ મહિલા ત્યાંથી જતી રહે છે. વીડિયોમાં મહિલા કહેતી જોવા મળે છે કે 'હવે મારે ઘરે જવું પડશે'.
બળજબરીનો પ્રયત્ન કર્યો
વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે કોરિયન મહિલા ત્યાંથી નીકળવા લાગે છે ત્યારે બંને આરોપીઓ તેની પાછળ સ્કૂટી પર આવે છે. ત્યારબાદ તેઓ તેને ફરીથી તેની સાથે જવાનું કહે છે. આ દરમિયાન બંને મહિલા સાથે થોડું બળજબરી કરતા પણ જોવા મળ્યા હતા. જોકે, યુવતીએ તેમની ઓફર ઠુકરાવી દીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે જાતે જ સંજ્ઞાન લીધું અને બંને આરોપી ચાંદ મોહમ્મદ અને નકીબ અંસારીની ધરપકડ કરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×