Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યહાં કે હમ સિકંદર....મોદી-શાહની જોડી પર જનતાનો અતૂટ વિશ્વાસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નું આજે પરિણામ (Result) જાહેર થયું છે અને તેમાં ભાજપ (BJP)ની પ્રચંડ જીત થઇ છે. સતત 27 વર્ષથી રાજ્યમાં સત્તા ભોગવી રહેલા ભાજપ પર જનતાનો ભરોસો ફરી એક વાર કાયમ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)બીજી વાર 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે. પરિણામોએ રાજકીય પંડિતોને પણ ચોંકાવ્યાઆ વખતે આવેલા પરિણામોએ રાજકીય પંડિતોને પણ ચોંકાવી દીધા છે. ભાજપને
યહાં કે હમ સિકંદર    મોદી શાહની જોડી પર જનતાનો અતૂટ વિશ્વાસ
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નું આજે પરિણામ (Result) જાહેર થયું છે અને તેમાં ભાજપ (BJP)ની પ્રચંડ જીત થઇ છે. સતત 27 વર્ષથી રાજ્યમાં સત્તા ભોગવી રહેલા ભાજપ પર જનતાનો ભરોસો ફરી એક વાર કાયમ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)બીજી વાર 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે. 

પરિણામોએ રાજકીય પંડિતોને પણ ચોંકાવ્યા
આ વખતે આવેલા પરિણામોએ રાજકીય પંડિતોને પણ ચોંકાવી દીધા છે. ભાજપને એન્ટી ઇન્કબન્સી નડશે તેવું પુરે પુરુ લાગતું હતું પણ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે(Amit Shah) રણનીતિ ગોઠવીને આયોજનબદ્ધ રીતે ચૂંટણીને હેન્ડલ કરી અને તેમાં તેમને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાથ આપ્યો તેમાં ભાજપની બંપર જીત થઇ છે. આ લખાય છે ત્યાં સુધી જે સમાચાર મળી રહ્યા છે કે ભાજપે આ વખતે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. 
ગોઠવી ખાસ રણનીતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)છેલ્લા 6 મહિનાથી ગુજરાત પર ફોકસ કર્યું હતું. આમ તો અંદરખાનેથી ભાજપે છેલ્લા 1 વર્ષ પહેલાથી જ ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી હતી અને તે મુજબ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આગળ વધ્યા હતા. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ગુજરાતને જાણે કે કેમ્પ બનાવ્યો હતો અને તેમની રણનીતિ મુજબ પક્ષે કામ શરુ કર્યું હતું. જેના કારણે આજે ભાજપને પ્રચંડ જીત મળી રહી છે તેમ લાગી રહ્યું છે.
વિપક્ષના સૂપડા સાફ
કોંગ્રેસે આ વખતે સાયલન્ટ મોડમાં પણ આક્રમક રીતે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ પ્રવેશ કર્યો હતો અને અરવિંદ કેજરીવાલની ટીમે પણ ગુજરાત કબજે કરવા મરણિયા પ્રયાસ કર્યા હતા. વાતાવરણ એવું જામ્યું પણ હતું કે આમ આદમી પાર્ટી આ વખતે કમાલ કરી શકે છે. જો કે આ ચૂંટણીમાં આપના સુપડા સાફ થઇ ગયા છે જ્યારે કોંગ્રેસની ખરાબ રીતે હાર થઇ છે. આપ અને કોંગ્રેસના દિગ્ગજોની હાર થઇ છે. પાવી જેતપુર બેઠક પર વિપક્ષા નેતા સુખરામ રાઠવા હાર્યા છે તો આપના મુખ્યમંત્રી પદના ચહેરા ઇસુદાન ગઢવી હાર્યા છે. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને આપના નેતા અલ્પેશ કથીરીયા હાર્યા છે તો સાથે સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી પણ હાર્યા છે. 
મોદી-શાહની જોડી પર વિશ્વાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વાર પુરવાર કર્યું કે તેઓ આજે પણ ગુજરાતની જનતાના હીરો છે. નરેન્દ્ર મોદીનું નામ ગુજરાતના લોકોના મનમાં વસી ગયું છે અને તેથી જ આ વખતે વિપરીત સંજોગોમાં ગણાતી ચૂંટણીમાં તેમણે ભવ્ય વિજય મેળવ્યો છે. આ સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની રાજનીતિના ચાણક્યની ઇમેજ ફરી એક વાર સાબિત થઇ છે. તેમણે ખાસ રણનિતી ગોઠવી હતી અને પ્રત્યેક બેઠકનું વિશ્લેષણ કરીને તે મુજબ કામ કર્યું હતું અને તેના કારણે આજે ભાજપે ફરી એક વાર સત્તા કબજે કરી છે. 



Tags :
Advertisement

.

×