Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ સંજોગોમાં હવે એર ટીકિટના 75 ટકા સુધીનું રિફંડ મેળવી શકાશે, DGCAએ CARના નિયમોમાં કર્યા ફેરફાર

એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને મુસાફરોને રાહત આપી છે.  DGCAએ સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ એટલે કે CARના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ સાથે હવેથી ઘણા મુસાફરો માટે ટિકિટના પૈસા મેળવવાનું સરળ બનશે. DGCAએ જણાવ્યું હતું કે CARમાં સુધારાથી તે મુસાફરોને ફાયદો થશે જેમની ફ્લાઇટ કેન્સલ થઈ છે, બોર્ડિંગનો ઇનકાર થયો છે અથવા વિલંબ થયો છે. આ અંગે DGCAએ CARના નિયમોમાં સુધારો કર્યો છે.શું ફાà
આ સંજોગોમાં હવે એર ટીકિટના 75 ટકા સુધીનું રિફંડ મેળવી શકાશે  dgcaએ carના નિયમોમાં કર્યા ફેરફાર
Advertisement
એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને મુસાફરોને રાહત આપી છે.  DGCAએ સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ એટલે કે CARના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ સાથે હવેથી ઘણા મુસાફરો માટે ટિકિટના પૈસા મેળવવાનું સરળ બનશે. DGCAએ જણાવ્યું હતું કે CARમાં સુધારાથી તે મુસાફરોને ફાયદો થશે જેમની ફ્લાઇટ કેન્સલ થઈ છે, બોર્ડિંગનો ઇનકાર થયો છે અથવા વિલંબ થયો છે. આ અંગે DGCAએ CARના નિયમોમાં સુધારો કર્યો છે.

શું ફાયદો થશે?
DGCAએ કહ્યું કે CARમાં ફેરફાર કરવાથી ઘણી કેટેગરીના મુસાફરોને ફાયદો થશે. ડીજીસીએએ કહ્યું કે જો કોઈ મુસાફરને તેણે જે ક્લાસની ટિકિટ લીધી છે તેના કરતા નીચલા વર્ગમાં મુસાફરી કરવી પડશે તો તેને ભારતમાં મુસાફરી કરવા માટે ટિકિટના 75 ટકા પૈસા પાછા મળશે.
કેટલી મુસાફરી માટે કેટલા પૈસા મળશે?
ડીજીસીએએ જણાવ્યું હતું કે જ્યારે 1500 કિલોમીટરથી ઓછી મુસાફરી હોય ત્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની ફ્લાઇટ્સમાં ટિકિટના 30 ટકા પૈસા પરત કરવામાં આવશે. તેવી જ રીતે, જ્યારે 1500 કિમીથી 3500 કિમીની મુસાફરી હોય ત્યારે ટિકિટના 50 ટકા પૈસા પરત  મળશે.આનાથી વધુ એટલે કે 3500 કિલોમીટરથી વધુની મુસાફરી પર ટિકિટના 75 ટકા પૈસા પરત કરવામાં આવશે. તેનાથી ઘણા મુસાફરોની મુશ્કેલી ઓછી થશે. આ અંગે ઘણા સમયથી માંગ ઉઠી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×