Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ અને તેમના પત્નીએ લાલબાગના રાજાના કર્યા દર્શન, Video

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ રવિવારે મોડી રાત્રે મુંબઈ પહોંચ્યા હતા. જે દરમિયાન ગૃહમંત્રીશ્રીએ ભાજપના નેતાઓની બેઠક સહિત લાલબાગના રાજા ગણપતિની પણ મુલાકાત લીધી. લાલબાગના રાજાના દર્શન કરતા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ અને તેમના પત્ની ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈ બીજેપી અધ્યક્ષ આશિષ શેલાર ઉપસ્થિ
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ અને તેમના પત્નીએ લાલબાગના રાજાના કર્યા દર્શન  video
Advertisement
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ રવિવારે મોડી રાત્રે મુંબઈ પહોંચ્યા હતા. જે દરમિયાન ગૃહમંત્રીશ્રીએ ભાજપના નેતાઓની બેઠક સહિત લાલબાગના રાજા ગણપતિની પણ મુલાકાત લીધી. લાલબાગના રાજાના દર્શન કરતા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ અને તેમના પત્ની ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈ બીજેપી અધ્યક્ષ આશિષ શેલાર ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહનું મુંબઈ એરપોર્ટ પર મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્વાગત કર્યું હતું. ત્યારે આજે તેમણે મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજાના દર્શન કર્યા બાદ આશીર્વાદ લીધા હતા. રાજ્યમાં એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસની સરકાર બન્યા બાદ ગૃહમંત્રીશ્રી પહેલીવાર મુંબઈ પહોંચ્યા છે. 

અગાઉ નાયબ મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન કેટલીક રાજકીય બેઠકો પણ થશે. તેમણે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં શિંદે અને ભાજપ ગઠબંધનની જીતની વાત પણ કરી હતી. મળતી માહિતી મુજબ, ગૃહમંત્રીશ્રી અમિત શાહ મુંબઈમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસને મળશે અને સાથે જ સ્થાનિક ભાજપના નેતાઓની પણ બેઠક યોજવાની યોજના છે. 
Advertisement

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી આ મહિને અથવા ઓક્ટોબરમાં યોજાય તેવી શક્યતા છે. BMC હાલમાં શિવસેના દ્વારા નિયંત્રિત છે. BMC એક શ્રીમંત મ્યુનિસિપલ સંસ્થા માનવામાં આવે છે. શાહ BMC ચૂંટણીને લઈને પાર્ટી નેતાઓ સાથે આગળની રણનીતિ પર ચર્ચા કરી શકે છે.
મહત્વનું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રીએ ફિલ્મ નિર્માતા અને ખતરોં કે ખિલાડીના હોસ્ટ રોહિત શેટ્ટી સાથે મુલાકાત કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે પોતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી આ જાણકારી આપી છે. શેર કરેલા ફોટામાં ગૃહમંત્રીશ્રી અમિત શાહ અને રોહિત શેટ્ટી એકબીજાની સામે બેઠેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ગૃહમંત્રીશ્રી અમિત શાહ ગંભીર ચર્ચા કરતા જોવા મળ્યા હતા. વળી, આ ફોટામાં રોહિત શેટ્ટી તેમની વાત ધ્યાનથી સાંભળતા જોવા મળે છે.
Advertisement

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર બન્યા બાદ પ્રથમ વખત કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ મુંબઈની મુલાકાતે છે. રાજકીય પંડિતોના મતે આગામી BMC ચૂંટણીની રણનીતિ અનુસાર અમિત શાહની આ મુલાકાત ઘણી મહત્વની રહેશે. મુંબઈ મ્યુનિસિપલ ચૂંટણીને લઈને ભાજપ સક્રિય મોડમાં આવી ગયું છે. એકનાથ શિંદે અને ભાજપની સંયુક્ત સરકાર રચાયા બાદ આ ચૂંટણીઓ નવા ગઠબંધનની પ્રથમ કસોટી હશે. આ જ કારણ છે કે ભાજપે આ માટે મોટા પાયે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગૃહમંત્રીશ્રી અમિત શાહની મુંબઈ મુલાકાતને તેની સાથે જોડવામાં આવી રહી છે.
Tags :
Advertisement

.

×