ભુજના હરેશભાઇ ઠક્કરની અનોખી સેવા
સમાજમાં અલગ અલગ રીતે લોકો સેવા યજ્ઞ કરીને ગરીબો અને જરુરીયાતમંદોને મદદ કરતા રહે છે, જેમાં ભુજના હરેશભાઇ ઠક્કરની સેવા પણ અનોખી છે. તેઓ પોતાના ફાર્મમાંથી 10 ટન કેરીનો રસ ગરીબો સુધી પહોંચાડે છે. ભુજના હરેશભાઇ ઠક્કરની કેરીના રસની સેવાએ લોકોનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. રેલડી ખાતે કેસર કેરીનું ફાર્મ ધરાવતા ભુજના હરેશભાઈ ઠક્કરની સેવા અનોખી છે. તેઓ કેસર કેરી બજારમાં તો મોકલે જ છે પરંત
Advertisement
સમાજમાં અલગ અલગ રીતે લોકો સેવા યજ્ઞ કરીને ગરીબો અને જરુરીયાતમંદોને મદદ કરતા રહે છે, જેમાં ભુજના હરેશભાઇ ઠક્કરની સેવા પણ અનોખી છે. તેઓ પોતાના ફાર્મમાંથી 10 ટન કેરીનો રસ ગરીબો સુધી પહોંચાડે છે.
ભુજના હરેશભાઇ ઠક્કરની કેરીના રસની સેવાએ લોકોનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. રેલડી ખાતે કેસર કેરીનું ફાર્મ ધરાવતા ભુજના હરેશભાઈ ઠક્કરની સેવા અનોખી છે. તેઓ કેસર કેરી બજારમાં તો મોકલે જ છે પરંતુ તેની સાથે સાથે સેવામાં પણ મોકલે છે.
હરેશભાઇના જણાવ્યા મુજબ તેમના ફાર્મમાં તૈયાર થયેલી 10 ટન કેસર કેરી તેઓ દાવડા શ્રીખંડ ઘરમાં મોકલે છે, અને ત્યાંથી કેરીનો રસ તૈયાર થઈ જાય એટલે ભુજના હમીરસર તળાવ કાંઠે આવેલા રામ રોટી અને છાસ કેન્દ્રમાં મોકલે છે. અહીં તમામ લોકો કેરીનો સ્વાદ માણે છે. રામ રોટી અને છાશ કેન્દ્રમાં આવેલા ભોજનાલયમાં જરૂરતમંદ લોકો સુધી કેરીનો રસ પહોંચે છે.
હરેશભાઇ ઠક્કર દ્વારા દર વર્ષે કેસર કેરીની સેવા કરવામાં આવે છે, જે એક સમાજ માટે પ્રેરણા રૂપ સાબિત થઈ છે.


