રાજ્યમાં 3 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી : Ambalal Patel
- રાજ્યમાં 3 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી
- હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી
- સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી
- 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવવાની કરી આગાહી
- 8 થી 12 નવેમ્બર દરમિયાન પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે
- નવેમ્બર 8 થી 12 દરમિયાન ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે
- 18 અને 19 નવેમ્બરમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે
- રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે
Ambalal Patel Prediction : રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પ્રખ્યાત હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 3 નવેમ્બર સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે 7 નવેમ્બરથી ઠંડા પવનો શરૂ થશે અને 8 થી 12 નવેમ્બર વચ્ચે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા છે. આ દરમિયાન ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે વધશે. 18 અને 19 નવેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ફરી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલે ખેડૂતોને આગાહી મુજબ સાવચેત રહેવાની સલાહ આપી છે, કારણ કે અચાનક પડતા માવઠાથી તૈયાર પાકને નુકસાન થવાની શક્યતા છે.
આ પણ વાંચો : Gujarat Rain Alert : રાજ્યમાં હજુ 3 દિવસ હાહાકાર મચાવશે માવઠું, હવામાન વિભાગની આગાહી


