રાજ્યમાં કમોસમી વરસાદ! કોંગ્રેસે સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી
રાજ્યમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા કમોસમી માવઠાને પગલે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક સહાય (મદદ) આપવાની માંગ કરી છે.
Advertisement
- રાજ્યમાં માવઠાને લઈ કોંગ્રેસે સરકાર પાસે કરી સહાયની માગ
- કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સહાય આપવા માગ કરી
- છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં માવઠા પડી રહ્યા છે: અમિત ચાવડા
- રાજ્યમાં જગતના તાતની સ્થિતિ દયનીય થઈ છે: અમિત ચાવડા
- સરકારે ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ: અમિત ચાવડા
- સહાનુભૂતિને બદલે સરકારનું વલણ અલગ છે: અમિત ચાવડા
Unseasonal Rain : રાજ્યમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા કમોસમી માવઠાને પગલે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક સહાય (મદદ) આપવાની માંગ કરી છે.
સરકારનું વલણ અલગ : અમિત ચાવડા
ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યનો જગતનો તાત (ખેડૂત) વરસાદને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયો છે અને સરકારે આ સંજોગોમાં ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી જોઈએ. તેમણે આક્ષેપ પણ કર્યો હતો કે સહાનુભૂતિ દર્શાવવાને બદલે સરકારનું વલણ અલગ જોવા મળી રહ્યું છે, જે ખેડૂતોના હિતમાં નથી. કોંગ્રેસે માંગ કરી છે કે સરકારે નુકસાનનો સર્વે કરીને વહેલી તકે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવું જોઈએ.
Advertisement
આ પણ વાંચો : Unseasonal rain in Gujarat : રાજ્યમાં આગામી 3 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી
Advertisement


