Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP : એવું તો શું થયું કે પત્ની થઈ ગુસ્સે, પતિના હાથ-પગ બાંધીને લાકડી વડે માર માર્યો, Video Viral

ઉત્તર પ્રદેશના કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં એક યુવકને તેની પત્ની પાસે તેના પૈસાનો હિસાબ માંગવો મુશ્કેલ બન્યો. પૈસાનો હિસાબ માંગવા પર ગુસ્સે ભરાયેલી પત્નીએ તેની બહેન સાથે મળીને પતિને બાંધી દીધો અને પછી લાકડીઓ વડે માર માર્યો. આ બાબતનો વીડિયો સોશિયલ...
up   એવું તો શું થયું કે પત્ની થઈ ગુસ્સે  પતિના હાથ પગ બાંધીને લાકડી વડે માર માર્યો  video viral
Advertisement

ઉત્તર પ્રદેશના કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં એક યુવકને તેની પત્ની પાસે તેના પૈસાનો હિસાબ માંગવો મુશ્કેલ બન્યો. પૈસાનો હિસાબ માંગવા પર ગુસ્સે ભરાયેલી પત્નીએ તેની બહેન સાથે મળીને પતિને બાંધી દીધો અને પછી લાકડીઓ વડે માર માર્યો. આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર Viral થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, આ મામલો અકબરપુર કોતવાલી વિસ્તારના બધાપુર ગામનો છે. Videoમાં કેટલીક મહિલાઓ એક પુરુષના હાથ-પગ બાંધીને તેને લાકડીઓ વડે મારતી જોવા મળી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પીડિતની ફરિયાદ પર કેસ નોંધ્યો છે.

બાધાપુર ગામમાં રહેતા શિવકુમાર બનારસમાં તેના ભાઈ સાથે કુલ્ફીની રેકડી ચલાવે છે. ઘર ચલાવવા માટે તે દર મહિને અમુક પૈસા પત્નીને મોકલતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે શિવકુમાર બનારસથી ઘરે આવ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમની પત્નીએ 8 ક્વિન્ટલ ઘઉં વેચ્યા છે.

Advertisement

ઘઉં વેચવાનું કારણ પૂછતાં પત્ની ગુસ્સે થઈ ગઈ

Advertisement

શિવકુમારે તેની પત્નીને ઘઉં વેચવાનું કારણ પૂછ્યું. આ સાથે બનારસમાં રહેતા તેણે મોકલેલા 32 હજાર રૂપિયાનો હિસાબ માંગવાનું શરૂ કર્યું. શિવકુમારનો હિસાબ પૂછવા પર તેની પત્ની સુશીલા ગુસ્સે થઈ ગઈ અને તેની બહેન સાથે મળીને તેના પતિ શિવકુમારના હાથ-પગ બાંધી દીધા. આ પછી તેને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન શિવકુમાર જોરજોરથી બૂમો પાડતો રહ્યો. આ બાબતનો વીડિયો વાયરલ થયો છે.

Video Viral થયા બાદ પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો

વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પીડિતાના પતિની ફરિયાદ પર કેસ નોંધ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગે અકબરપુર કોટવાલ સતીશ સિંહે જણાવ્યું કે, બાધાપુરના શિવ કુમારે પોતાના પર હુમલાની ફરિયાદ આપી હતી, જેના પર NCR 323, 504 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : હરિદ્વારમાં કાવડ યાત્રામાં જોવા મળ્યો કલિયુગનો શ્રવણ, VIdeo Viral

Tags :
Advertisement

.

×