માલધારી સમાજના દુધાળા પશુઓના મોત પાંજરાપોળ ખાતે થતા હોબાળો
ગુજરાત હાઇકોર્ટના (Gujarat Highcourt) આદેશ બાદ સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરોને પાંજરે પુરવાની કવાયત કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં પણ રખડતી ગાયોને પકડી ભરૂચના પાંજરાપોળ ખાતે ખસેડતા કેટલી ગાયના મોત થયા છે સાથે જ ગાયના બચ્ચાઓના મોત થવા સાથે પાંજરાપોળમાં રહેલી ગાયોને લંમ્પી વાયરસ હોવાના કારણે માલધારી સમાજની ગાયોમાં સંક્રમણ ફેલાઈ તેઓ ભય ઊભો થતા માલધારી સમાજએ ભારે હોબાળો મચાવી વળતરની માંગ
Advertisement
ગુજરાત હાઇકોર્ટના (Gujarat Highcourt) આદેશ બાદ સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરોને પાંજરે પુરવાની કવાયત કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં પણ રખડતી ગાયોને પકડી ભરૂચના પાંજરાપોળ ખાતે ખસેડતા કેટલી ગાયના મોત થયા છે સાથે જ ગાયના બચ્ચાઓના મોત થવા સાથે પાંજરાપોળમાં રહેલી ગાયોને લંમ્પી વાયરસ હોવાના કારણે માલધારી સમાજની ગાયોમાં સંક્રમણ ફેલાઈ તેઓ ભય ઊભો થતા માલધારી સમાજએ ભારે હોબાળો મચાવી વળતરની માંગ ઉઠાવી છે
ભરૂચ (Bharuch) શહેરમાં પશુપાલકો સાથે માલધારી સમાજના લોકો વસવાટ કરે છે અને તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ ભરૂચ નગરપાલિકા દ્વારા રસ્તે રજડતા માલધારી સમાજના દુધાળા પશુઓ અને પ્રેગનેટ ગાયોને પકડી પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં કેટલી ગાય અને બચ્ચાના મોત થયા છે અને પાંજરાપોળમાં કેટલી ગાયોની અંદર લંમ્પી વાયરસ હોય જે માલધારી સમાજની ગાયોમાં સંક્રમણ ફેલાય તેવો ભય ઊભો થયો છે અને પાંજરાપોળ ખાતે માલધારી સમાજની ગાયોની દેખરેખ રખાતી ન હોવાના કારણે તેમજ માલધારી સમાજની કેટલી ગાયોના મોત થતા માલધારી સમાજને ભરૂચ નગરપાલિકા દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
ભરૂચ શહેરમાં જાહેર માર્ગો ઉપર રખડતી ગાયો તોફાને ચડતી નથી માત્ર આખલાઓ તોફાને ચડતા હોય છે પરંતુ માલધારી સમાજને હેરાનગતિ કરવા માટે દુધાળા પશુઓને પકડી પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવે છે જેના કારણે પાંજરાપોળની ગાયોના લંમ્પી વાયરસ માલધારી સમાજના દુધાળા પશુઓમાં સંક્રમણ ફેલાવાના કારણે ગાયો મોતને ભેટી રહી છે જેના કારણે માલધારી સમાજની ગાયોના મોતનું વળતર ચૂકવવાની માંગ સાથે માલધારી સમાજ ભરૂચ નગરપાલિકાને પણ રજૂઆત કરી છે
પાંજરાપોળ ખાતે જાહેર માર્ગો ઉપરથી રખડતી ગાયોને પૂરતો ખોરાક આપવામાં આવતો ન હોય તેમ જ ગાયોની દેખરેખ રાખવામાં ન આવતી હોવાના કારણે મોતને ભેટી રહી હોવાના આક્ષેપો માલધારી સમાજના લોકો કરી રહ્યા છે અને આગામી દિવસોમાં માલધારી સમાજના પશુઓના મોતમાં જો તંત્ર દ્વારા વળતર ચૂકવવામાં નહીં આવે તો રસ્તા ઉપર ઉતરી આવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સેજલ દેસાઈ પણ માલધારી સમાજના સમર્થનમાં ઉતર્યા હતા અને પાંજરાપોળ ખાતે માલધારી સમાજની ગાયો અને નાના બચ્ચાઓના મોત થતા તેઓની દયનીય સ્થિતિ ના વિડીયો પણ મોબાઇલમાં કેદ કર્યા છે અને આગામી દિવસોમાં માલધારી સમાજને વરૂણ નગરપાલિકા દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આંદોલન પણ ઉતરનાર હોવાની ચીમકી પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ઉચ્ચારી છે.


