Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં પીવાના પાણીમાં જીવાતો નીકળતા લોકોનો હોબાળો

ભરૂચ (Bharuch) શહેરના પશ્ચિમ વિસ્તારમાં સવારના સમયે ભરૂચ નગરપાલિકા દ્વારા પાણીનો પુરવઠાનો સપ્લાય કરવામાં આવ્યો હતો તે દરમિયાન કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં પાણીમાં અળસિયા જેવા જીવાતો મળી આવતા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ભરૂચ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરતા ભરૂચ નગરપાલિકાની વોટર વિભાગની કમિટી ધ્વારા તપાસ કરવામાં આવી હતી.નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાંભરૂચ શહેર વાસીઓને પીવાન
કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં પીવાના પાણીમાં જીવાતો નીકળતા લોકોનો હોબાળો
Advertisement
ભરૂચ (Bharuch) શહેરના પશ્ચિમ વિસ્તારમાં સવારના સમયે ભરૂચ નગરપાલિકા દ્વારા પાણીનો પુરવઠાનો સપ્લાય કરવામાં આવ્યો હતો તે દરમિયાન કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં પાણીમાં અળસિયા જેવા જીવાતો મળી આવતા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ભરૂચ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરતા ભરૂચ નગરપાલિકાની વોટર વિભાગની કમિટી ધ્વારા તપાસ કરવામાં આવી હતી.
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં
ભરૂચ શહેર વાસીઓને પીવાનું પાણી પુરવઠો પૂરું પાડતી ભરૂચ નગરપાલિકા પીવાનું પાણી ડહોળું અને જીવાતોવાળુ પૂરું પાડતી હોવાના આક્ષેપ સાથે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવમાં સવારના સમયે ભરૂચ નગરપાલિકા દ્વારા પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવતા પાણીમાંથી અળસિયા જેવી જીવાતો મળી આવતા લોકો લાલઘૂમ બન્યા હતા અને ભરૂચ નગરપાલિકા શહેરીજોનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો.
તપાસ શરૂ
ભરૂચવાસીઓને પીવાના પાણીમાં જીવાતો હોવાના આક્ષેપમાં ભરૂચ નગરપાલિકાના વોટર કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ પણ સમગ્ર પ્રકરણમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરાવી હતી અને પીવાના પાણીમાં જીવાતો કેવી રીતે આવી તે અંગેની તપાસ હાથ ધરી હતી.
નવરાત્રિના ઉપવાસમાં લોકો થયાં હેરાન
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે માં જગદંબાની આરાધના ના પરવા આસો નવરાત્રિ ચાલી રહી છે અને માતાજીની ઉપાસનામાં ભક્તો લીન બન્યા છે કેટલાય ભક્તો એકટાણું ઉપવાસ કરી રહ્યા છે અને તેવામાં ભરૂચ નગરપાલિકા દ્વારા પૂરૂ પાડવામાં આવતું પાણી ડોહળુ અને જીવાતો વાળું આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જોકે આ સમગ્ર પ્રકરણ બાબતે આરોગ્ય તંત્ર એ પણ જાગૃત થવાની જરૂર છે કે પછી તંત્ર પણ કોઈ મોટા રોગચાળાની રાહ જોઈ રહ્યું છે તે જોવું રહ્યું.
Tags :
Advertisement

.

×