બનાસકાંઠામાં યુરિયાની તંગી! કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં ઉઠાવ્યો ખેડૂતોનો મુદ્દો
કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે તાજેતરમાં લોકસભામાં બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને પડી રહેલી ખાતરની ભારે તંગીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે બનાસકાંઠાના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહ્યું નથી, જેના કારણે ખેતીના કામકાજ પર ગંભીર અસર પડી રહી છે.
Advertisement
- કોંગ્રેસ સાંસદે લોકસભામાં ખાતરનો મુદ્દો ઉઠાવ્યો
- બનાસકાંઠામાં નથી મળી રહ્યું ખાતર:ગેનીબેન ઠાકોર
- યુરિયાની ભારે તંગી પર ગેનીબેને ચિંતા વ્યક્ત કરી
- યુરિયાની કાળાબજારી પર રોક લગાવવાની માંગ કરી
- ખેડૂતોને યુરિયા ઉપલબ્ધ કરાવવા કેન્દ્રને વિનંતી કરી
કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે તાજેતરમાં લોકસભામાં બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને પડી રહેલી ખાતરની ભારે તંગીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે બનાસકાંઠાના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહ્યું નથી, જેના કારણે ખેતીના કામકાજ પર ગંભીર અસર પડી રહી છે.
યુરિયાની ભારે તંગી પર ગેનીબેને ચિંતા વ્યક્ત કરી
સાંસદ ગેનીબેન ઠાકોરે (MP Geniben Thakor) યુરિયાની આ અછત વચ્ચે થઈ રહેલી કાળાબજારી પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી અને કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબનું યુરિયા ખાતર સમયસર અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી ખેતીવાડીના પાકને નુકસાન ન થાય.
Advertisement
આ પણ વાંચો : વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ ગેનીબેન ઠાકોર એક મંચ પર જોવા મળ્યા!
Advertisement