Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉર્ફીનો નવો અંદાજ, કાચના કપડાં પહેર્યા, ઉર્ફી જાવેદની માસિક કમાણી કરોડોમાં છે!

ઓટીટીના હિટ રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી'માં સ્પર્ધક તરીકે જોવા મળેલા ઉર્ફી જાવેદના તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર ત્રીસ લાખ ફોલોઅર્સ થયા છે. આ પ્રસંગની ઉજવણી કરતા અભિનેત્રીએ મિત્રો સાથે પાર્ટી કરીને કરી હતી. મીડિયાએ પણ સેલેબ્સ સાથે ઉર્ફી જાવેદની પાર્ટીમાં ભાગ લીધો હતો. દર વખતની જેમ આ વખતે પણ ઉર્ફી જાવેદ તેની બેસ્ટ અને યુનિક સ્ટાઇલમાં જોવા મળી હતી. ઉર્ફી જાવેદની બોલ્ડ સ્ટાઈલ જોઈને àª
ઉર્ફીનો નવો અંદાજ  કાચના કપડાં પહેર્યા  ઉર્ફી જાવેદની માસિક કમાણી કરોડોમાં છે
Advertisement

ઓટીટીના હિટ રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી'માં સ્પર્ધક તરીકે જોવા મળેલા ઉર્ફી જાવેદના તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર ત્રીસ લાખ ફોલોઅર્સ થયા છે. આ પ્રસંગની ઉજવણી કરતા અભિનેત્રીએ મિત્રો સાથે પાર્ટી કરીને કરી હતી. મીડિયાએ પણ સેલેબ્સ સાથે ઉર્ફી જાવેદની પાર્ટીમાં ભાગ લીધો હતો.

દર વખતની જેમ આ વખતે પણ ઉર્ફી જાવેદ તેની બેસ્ટ અને યુનિક સ્ટાઇલમાં જોવા મળી હતી. ઉર્ફી જાવેદની બોલ્ડ સ્ટાઈલ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ખરેખર, અભિનેત્રીએ સફેદ મીની સ્કર્ટ અને બ્રા સાથે કાચમાંથી બનલ ડ્રેસ પહેર્યો હતો. 
ટ્રોલ્સને યોગ્ય જવાબ આપતા, ઉર્ફી જાવેદે એક રીલ પણ શેર કરી, જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, "હા, મેં એક ડ્રેસ પહેર્યો હતો જે કાચના ટુકડાથી બનેલો હતો. મને લાગે છે કે તે સુંદર લાગતું હતું. લોકો મને વિચિત્ર, પાગલ કહે છે, પરંતુ મને લાગે છે કે તે અદ્ભુત હતું. બધા પાગલ અને વિચિત્ર  કહે છે પણ હું ફક્ત એટલી સ્માર્ટ છું કે હું આવી વસ્તુઓ કરીને મારી જાતને સશક્ત અનુભવી શકું અને તેને જીવી શકું."  સાથે જ ઉર્ફી જાવેદ પહેલા તેના ડબલ સ્ટાન્ડર્ડ માટે મીડિયા પર બળાપો કાઢતી  જોવા મળી હતી. તેણે કહ્યું કે જ્યારે તે કોઇ ટ્રાન્સપરન્ટ કપડાં પહેરે છે ત્યારે તે ઓનલાઈન ટ્રોલ થાય છે. નેટિઝન્સને તેના કપડાં વિચિત્ર લાગે છે. તેમને ઉર્ફીના ડ્રેસીંગથી તકલીફ છે. તે જ સમયે, જ્યારે તેલુગુ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ એકદમ ટાઇટ બ્લાઉઝ પહેરે છે, ત્યારે તે જ લોકો તેમને બોલ્ડ અને બ્યુટીફુલ કહે છે. 
ભવે ઉર્ફી જાવેદની તેના અતરંગી કપડાં માટે મજાક ઉડાવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ઉર્ફી જાવેદ એક મહિનાની કેટલી કમાણી કરે છે? શું તમે તેની ફી અને નેટવર્થ જાણો છો? ઉર્ફી જાવેદની માસિક કમાણી કરોડોમાં છે!
પોતાના શબ્દો અને સ્ટાઈલથી દરરોજ હેડલાઈન્સમાં રહેતી ઉર્ફી જાવેદ અલગ-અલગ પ્રોજેક્ટ્સ અને જાહેરાતો દ્વારા દર મહિને 2 કરોડથી 22 કરોડ રૂપિયાની કમાણી કરે છે. બોલિવૂડ લાઈફના એક રિપોર્ટ અનુસાર, ઉર્ફી જાવેદની માસિક કમાણી તેને મળેલા પ્રોજેક્ટ પર આધારિત છે.એક એપિસોડ માટે તગડી ફી લે છેઉર્ફી જાવેદ, જે બિગ બોસ ઓટીટીનો ભાગ હતો, તે ટીવી શોમાં એક એપિસોડ માટે 25 થી 30 હજાર રૂપિયા ચાર્જ કરે છે. ટીવી શો 'કસૌટી ઝિંદગી કી'નો ભાગ રહેલ ઉર્ફીએ તે શો માટે લગભગ 40 થી 55 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા. ઉર્ફી ઉત્પાદનો માટે મોડલિંગ અને જાહેરાત પણ કરે છે અને આ માટે તે તગડી ફી પણ લે છે.
Advertisement
Tags :
Advertisement

.

×