US નેવીએ UFOના વીડિયો જાહેર કરવાનો કર્યો ઈનકાર, ધર્યું આ કારણ
અમેરીકન નૌસેના પાસે UFOના ઓછામાં ઓછા 24 વીડિયો હોવાનો દાવો થોડા દિવસો પૂર્વે આવેલા એક રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. જેમાં એલિયન્સ સાથે જોડાયેલા અનેક પુરાવાઓ પણ છે. UFOને લઈને સૌથી વધારે ચર્ચા અમેરીકામાં છેડાયેલી છે અને એવા આરોપો પણ લાગતા રહ્યાં છે કે, અમેરીકન સરકાર UFO સાથે જોડાયેલા તથ્યોને છૂપાવી રહી છે. આ વચ્ચે અમેરીકન નૌસેનાએ કહ્યું છે કે, તેમની પાસે એલિયન યાનની સાઈટિંગનાં ઘણાં વી
Advertisement
અમેરીકન નૌસેના પાસે UFOના ઓછામાં ઓછા 24 વીડિયો હોવાનો દાવો થોડા દિવસો પૂર્વે આવેલા એક રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. જેમાં એલિયન્સ સાથે જોડાયેલા અનેક પુરાવાઓ પણ છે. UFOને લઈને સૌથી વધારે ચર્ચા અમેરીકામાં છેડાયેલી છે અને એવા આરોપો પણ લાગતા રહ્યાં છે કે, અમેરીકન સરકાર UFO સાથે જોડાયેલા તથ્યોને છૂપાવી રહી છે. આ વચ્ચે અમેરીકન નૌસેનાએ કહ્યું છે કે, તેમની પાસે એલિયન યાનની સાઈટિંગનાં ઘણાં વીડિયો છે. એલિયનયાન એટલે કે UFO જેને અમેરીકન સરકાર અનઆઈડેન્ટીફાઈડ એરિયલ ફિનોમેના (UAP) કહે છે. અમેરીકન નૌસેનાનું કહેવું છે કે, અમે અમારા દેશની સુરક્ષા માટે આ વીડિયોઝને જાહેર કરી શકીએ નહી. દુનિયાને દેખાડી શકીએ નહી.
દેશની સુરક્ષાને ખતરો
US નેવીનું માનવુ છે કે વીડિયો રિલિઝ કરવાથી તેમના દેશ પર ખતરો વધી શકે છે તેથી UFOના વીડિયો સાથે જોડાયેલા રહસ્યોને છૂપાવીને રાખવા માંગે છે. વર્ષ 2020માં અમેરીકન ડિફેન્સ વિભાગે UFOના ત્રણ વીડિયો જાહેર કર્યાં હતા, તેને ડિસક્લાસીફાઈ કરવામાં આવ્યા હતા. કારણ એ હતું કે. તેમાંથી કેટલીક ક્લિપિંગ્સ કોઈ પણ પ્રકારે મીડિયામાં લીક થઈ ગઈ હતી. તેથી નૌસેનાની મજબૂરી હતી કે તેઓ આ વીડિયોને જાહેર કરે.
વિડીયો જાહેર કરવાની અરજી ફગાવી
અમેરીકન સરકારની ટ્રાન્સપરન્સી વેબસાઈટ બ્લેક વોલ્ટે (Black Vault) એક ફ્રિડમ ઓફ ઈન્ફોર્મેશન એક્ટ (FOIA) રિક્વેટ્સ કરીને અમેરીકન નૌસેનાને તમામ UFOના વીડિયો જાહેર કરવાની રિક્વેસ્ટ કરી હતી. પરંતુ હવે એવું લાગે છે કે અમેરીકન નૌસેના કોઈ રમત રમી રહી છે. બે વર્ષની રાહ બાદ નૌસેનાએ FOIA રિક્વેટસ્ટને ફગાવી દીધી છે. નૌસેનાએ સ્પષ્ટપણે વધુ વીડિયો જાહેર કરવાની ના પાડી દીધી.
ગુપ્ત દસ્તાવેજોની શ્રેણીમાં વિડિયો
જોકે અમેરીકન નૌસેનાનું તે માનવું છે કે, તેમની પાસે UAP વિડિયોઝ છે. આવા વીડિયો નૌસેના 'ગુપ્ત દસ્તાવેજો'ની શ્રેણમાં રાખીને તેને જાહેર કરવા પર રોકી દે છે. દર વખતે તેની પાછળ એક જ કારણ હોય છે અને તે છે દેશની સુરક્ષા. નૌસેનાના FOIA ઓફિસના ડેપ્યુટી ડિરેક્ટર ગ્રેગરી કૈસને કહ્યું કે, જે વીડિયોને જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે તેમાં ક્લાસિફાઈડ ડેટા છે. જેને અમે જાહેર કરી શકીએ નહી. આ માહિતી બહાર આવવાથી દેશની સુરક્ષાને ખતરો ઊભો થઈ શકે છે. તેથી આ વીડિયોના કોઈ પણ ભાગને જાહેર કરી શકાય નહી.
તેમણે પત્રમાં એ વાતનો ઉલ્લેખ કર્યો કે, વર્ષ 2020માં જે વીડિયો જાહેર કરવામાં આવ્યા હતા તે માત્ર તે માટે કર્યાં હતા કારણ કે તેના કેટલાક ભાગ મીડિયા સુધી પહોંચી ગયા હતા. જનતા તે ક્લિપિંગ્સ પર સવાલો ઉઠાવી રહી હતી. આ ક્લિપિંગ્સ સત્તાવાર રીતે રિલિઝ નહોતા થયાં. તેને અનઅધિકૃતરીતે જાહેર કરવામાં આવ્યા હતા. તે બાદ નૌસેનાએ તે વાત કન્ફર્મ કરી કે ત્રણેય વીડિયો જાહેર કરવાથી દેશને કોઈ ખતરો નહી થાય. જે બાદ વીડિયો જાહેર કરવામાં આવ્યા હતા, બાકી તો તેને પણ જાહેર કરવામાં ના આવત. જોકે બ્લેક વોસ્ટે આ નિર્ણય વિરૂદ્ધ પણ અરજી પણ કરી છે.
UFO દેખાવા પર ચર્ચા
અમેરીકન સરકાર અને અધિકારીઓ આજકાલ એલિયનયાનને લઈને ખુબ જ નબળું વલણ દેખાડે છે. ત્રણેય વીડિયો જાહેર કર્યાં બાદ 50 વર્ષમાં પહેલીવાર આ વર્ષે મે મહિનામાં UFO દેખાવા પર ચર્ચા કરવા માટે એક ઓપન હાઉસ સબકમિટિ બનાવવામાં આવી જેણે પહેલીવાર જાહેર સુનવણી પણ કરી હતી. ગત વર્ષે ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજેન્સની ઓફિસથી પણ UFO દેખાવાને લઈને કેટલીક રિલિઝ જાહેર કરી હતી. સરકાર સતત UAP સાથે સંબંધિત જાણકારીઓને છૂપાવે છે જેને કોઈ પણ રીતે બહાર આવવા દેવામાં નથી આવતી.
બે ડઝનથી વધુ વિડીયો
બીજી તરફ અમેરીકન વિદેશ વિભાગના બ્યૂરો ઓફ ઈન્ટરનેશનલ સિક્યોરિટી એન્ડ નોનપ્રોલિફરેશનના પૂર્વ વિશ્વેષક મારિક વોન રેનેંકેમ્ફે કહ્યું કે. વીડિયો જાહેર કરવો જોઈએ. પેન્ટાગન પાસે ઓછામાં ઓછા બે ડઝનથી વધારે UFOના વીડિયો છે. તેમનું માનવું છે કે બિનસંવેદનશીલ UFO વીડિયો જાહેર કરવાના આ મામલાનું સત્ય જલ્દી જ દુનિયાની સામે આવી શકે છે. જ્યારે સોશિયલ મીડિયા પર લોકો નૌસેનાના આ કામની ટીકા કરી રહ્યાં છે અને સાથે જ માંગ કરવામાં આવી રહી છે કે, UFOના વીડિયો સાર્વજનિક કરવામાં આવે છે.


