Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમેરીકાના નેવી અધિકારીઓએ ગાયુ કિંગખાનનું આ ગીત, જુઓ વીડિયો

બોલીવુડના કિંગખાન (KingKhan) શાહરૂખ ખાનની ફિલ્મ 'કલ હો ના હો' 2003માં રિલિઝ થઈ હતી. 19 વર્ષ બાદ પણ આ ફિલ્મ લોકોના દિલોમાં સ્થાન જાળવી રાખ્યું છે. ઈમશનલ સ્ટોરી અને બેસ્ટ સ્ટારકાસ્ટ સાથે સાથે શંકર-અહેસાન-લોયના મ્યુઝિકે આ ફિલ્મમાં ચાર ચાંદ લગાવ્યા.ટાઈટલ ટ્રેકથી લઈને ફિલ્મના બધા જ ગીતોને લોકોનો ખુબ પ્રેમ મળ્યો હતો. આજે પણ લોકો આ ફિલ્મના ગીતોને ખુબ પસંદ કરે છે. હવે સોશિયલ મીડિયામાં એક નવો વીડિયો àª
અમેરીકાના નેવી અધિકારીઓએ ગાયુ કિંગખાનનું આ ગીત  જુઓ વીડિયો
Advertisement
બોલીવુડના કિંગખાન (KingKhan) શાહરૂખ ખાનની ફિલ્મ 'કલ હો ના હો' 2003માં રિલિઝ થઈ હતી. 19 વર્ષ બાદ પણ આ ફિલ્મ લોકોના દિલોમાં સ્થાન જાળવી રાખ્યું છે. ઈમશનલ સ્ટોરી અને બેસ્ટ સ્ટારકાસ્ટ સાથે સાથે શંકર-અહેસાન-લોયના મ્યુઝિકે આ ફિલ્મમાં ચાર ચાંદ લગાવ્યા.
ટાઈટલ ટ્રેકથી લઈને ફિલ્મના બધા જ ગીતોને લોકોનો ખુબ પ્રેમ મળ્યો હતો. આજે પણ લોકો આ ફિલ્મના ગીતોને ખુબ પસંદ કરે છે. હવે સોશિયલ મીડિયામાં એક નવો વીડિયો વાયરલ થયો છે જે શાહરૂખ ખાનની (Shahrukh Khan) આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતાનું ઉદાહરણ છે.
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં US નેવીના ઓફિસર્સ (Navy Officers) મ્યૂઝિક સાથે શાહરૂખની ફિલ્મ 'કલ હો ના હો'નું ટાઈટલ ટ્રેક ગાય રહ્યાં છે. જે પ્રકારે સ્પષ્ટતાથી અને એક લયમાં આ ઓફિસર્સ ગીત ગાય રહ્યાં છે તે ખુબજ મજેદાર છે. ઉલ્લેખનિય છે કે, બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન માત્ર ભારતમાં જ નહી પણ વૈશ્વિક કક્ષાએ પણ ખુબ મોટું ફેન ફોલોઈંગ ધરાવે છે.
આ વીડિયો અમેરીકન નેવી ઓફિસર્સની (Navy Officers) એક ડિનર પાર્ટીનો છે જેને નેવી સેક્રેટરી કાર્લોસ ડેલ ટોરોએ હોસ્ટ કરી હતી. કરણ જોહરે (Karan Johar) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને ટ્વીટર પર શેર કર્યો છે. તેમણે વીડિયો શેર કરીને ટ્વાટમાં ગીતકાર જાવેદ અખ્તર, સંગીત નિર્દેશક શંકર-અહેસાન-લોય અને ફિલ્મના ડાયરેક્ટર નિખિલ અડવાણીને ટેગ કર્યાં અને સાથે લખ્યું કે, અને ગીત ચાલી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement

.

×