Uttarakhand Helicopter Crash : ગમખ્વાર હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગુજરાતી સહિત 7ના મૃત્યુ
આજે રવિવાર વહેલી સવારે કેદારનાથ (Kedarnath) માં હેલિકોપ્ટર ક્રેશ થતા ચકચાર મચી ગઈ છે. આ અકસ્માતમાં પાયલોટ સહિત 7 લોકોના મૃત્યુની આશંકા સેવાઈ રહી છે.
Advertisement
Uttarakhand Helicopter Crash : હવાઈ ઉડ્ડયન માટે અત્યારે કપરોકાળ ચાલી રહ્યો હોય તેમ લાગે છે. 12મી જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આજે હવે વહેલી સવારે કેદારનાથ (Kedarnath) માં હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. આ ક્રેશમાં પાયલોટ સહિત કુલ 7 લોકોના મોત થયા હોવાનું અનુમાન છે. કેદારનાથના ગૌરીકુંડ અને ત્રિજુગીનારાયણ વચ્ચે આ હવાઈ અકસ્માત થયો છે. સ્થાનિકોએ વહીવટી તંત્રને જાણ કરતા પોલીસ, ફાયર, NDRF અને SDRF જેવા વિભાગોના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. જૂઓ અહેવાલ...
Advertisement


