Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહેસાણા જિલ્લા ના મોઢેરા સૂર્યમંદિર સાંનિધ્ય માં ઉત્તરાર્ધ મહોત્સવ

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં મોઢેરા ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૩ નો મોઢેરા સૂર્ય મંદિર ખાતે આજે પ્રારંભ કરાયો.વિશ્વ પ્રસિધ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં ઘૂંઘરૂના નાદ, નર્તન અને વાયોલિન વાદનથી નયન રમ્ય નજારો સર્જાયો હતો. ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય પર્વ દ્રિ દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ,સંસદ સભ્ય શારદાબહ
મહેસાણા જિલ્લા ના મોઢેરા સૂર્યમંદિર સાંનિધ્ય માં ઉત્તરાર્ધ મહોત્સવ
Advertisement
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં મોઢેરા ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૩ નો મોઢેરા સૂર્ય મંદિર ખાતે આજે પ્રારંભ કરાયો.વિશ્વ પ્રસિધ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં ઘૂંઘરૂના નાદ, નર્તન અને વાયોલિન વાદનથી નયન રમ્ય નજારો સર્જાયો હતો. ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય પર્વ દ્રિ દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ,સંસદ સભ્ય શારદાબહેન પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર,ધારાસભ્ય સર્વે સુખાજી ઠાકોર ,કે.કે.પટેલ, સરદાર ભાઈ ચૌધરી,સહિત કલાકારઓ એ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કર્યો હતો.
ઉત્તરાર્ધ મહોત્સવ
મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે  રાજ્ય સરકાર દ્વારા 1992ના વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.  રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ મહોત્સવનું આયોજન કરાયું છે. પ્રાચીન નગરી મોઢેરા ખાતે અદ્રિતિય સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવતો હતો. રાજ્ય સરકાર દ્વારા શિલ્પ,સ્થાપત્ય,સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવા દર વર્ષે મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાઇ રહ્યો છે.
સુર્ય વંદનાને મહત્વ
મોઢેરા ઉત્તરાર્ધ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે  આરોગ્ય ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સુર્યનુ મકર રાશિમાં પ્રવેશ બાદ તેની ઉજવણીના ભાગ રૂપે ઉત્તરાર્ધ મહોત્સવ યોજવામાં આવે છે. સુર્યની પુજા સાથે સંકળાયેલ આ મહોત્સવ સુર્ય વંદનાને મહત્વ આપે છે..આ પવિત્ર મહોત્સવના સંગમનું કલામય રસપાન કરવા કલારસિકો,દેશ-વિદેશમાં લોકો મહોત્સવનો આનંદ માણે છે.
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ 
આ મહોત્સવ  થકી રાજ્યના ભવ્ય વારસને અને સ્થાપત્યને વિશ્વભરમાં યશસ્વી અને ગૌરવપ્રદ બનાવે છે.મહોત્સવે રાજ્યની સંસ્કૃતિને વધુ ઉન્નત સ્વરૂપ આપી વિશ્વકક્ષાએ નામના અપાવી છે. સાંસ્કૃતિક ધરોહરને વિશ્વ સ્તરે લઈ જવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે , દેશના પ્રધાનમંત્રી શ્રી દ્વારા શરૂ કરાયેલ તાનારીરી મહોત્સવ જેવા અનેક મહોત્સવથી રાજ્યની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે.
સંગીત, નર્તન અને સ્થાપત્યનો ત્રિવેણી સંગમ
નૃત્ય એટલે આત્માનું સંગીત, નૃત્યનો હેતું સનાતન સત્યોની સોંદર્ય દ્વારા પ્રતીતી કરાવવાનો છે.આપણાં સાંસ્કૃતિ નૃત્યો પવિત્ર સ્વરૂપમાં જળવાઇ રહ્યાં છે.મોઢેરા સંગીત,નર્તન અને સ્થાપત્યના ત્રિવેણી સંગમનું મહોત્સવના દિવસે સાક્ષી બન્યું હતું.વિશ્વનું અદભુત સ્થાપત્ય બેનમુન મોઢેરા સૂર્યમંદિરની સાંસ્કૃતિક પરંપરા નિરંતર જાળવી રાખી છે. આ મહોત્સવમાં પ્રથમ દિવસે ઉત્તરપ્રદેશના સુશ્રી દેવીકા દેવેન્દ્ર દ્વારા કથ્થક નૃત્ય,અમદાવાદના શ્રીમતી રૂચા ભટ્ટ દ્વારા ભરત નાટ્યમ,અમદાવાદના સુશ્રી બિના મહેતા દ્વારા કુચીપુડી,વડોદરાના સુશ્રી જીગ્નીષા વૈધ દ્વારા કથ્થક,અમદાવાદના સુશ્રી સુપ્રવા મિશ્રા દ્વારા ઓડીસી,કલકત્તાના શ્રી સોમભા બન્ડોપાધ્યાય દ્નારા મણીપુરી તેમજ અમદાવાદના સુશ્રી અભિતા પટેલ દ્વારા ગાયન રજૂ કરવામાં આવ્યું હતું
બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ ચાલશે
શિલ્પ,સ્થાપત્ય અને સંગીત ના સમન્વય એટલે મોઢેરા સૂર્યમંદિર ની સાંનિધ્ય માં ઉજવાતો ઉત્તરાધ મહોત્સવ છે..મહેસાણા જિલ્લા ના પ્રાચીન સ્થાપત્ય એવા મોઢેરા સૂર્યમંદિર ની સાંનિધ્ય માં ગુજરાત સરકાર દ્વારા ભારતીય શાસ્ત્રીય નૃત્યકલા અને  સંગીત ને ઉત્તરાર્ધ મહોત્સવ ના માધ્યમ થી શાસ્ત્રીય કલાકારો ને પ્રોત્સાહન આપે છે..ત્યારે  મોઢેરા સૂર્યમંદિર ના પટાંગણ માં આજથી બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ થયો હતો.
પ્રથમ વખત લોકગાયકને આમંત્રણ
ઉત્તરાર્ધ મહોત્સવ માં વિવિધ નૃત્ય શૈલીઓમાં કલાકારો એ મણિપુરી,કથ્થક, ઓડિસી અને ભરતનાટ્યમ જેવા નૃત્યો રજૂ કરી  ઉપસ્થિત મહેમાનો અને સંગીતપ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા..આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લાના અન્ય ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતો.તો આ વખતે પ્રથમ વખત લોકગાયક ને પણ ઉત્તરાધ મહોત્સવ માં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×