Uttrakhand : ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટતા વિનાશ, Video
Uttrakhand : ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં વાદળ ફાટવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે વિનાશ જોવા મળ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 4 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને અનેક લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે. PM નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી આપત્તિ અંગે માહિતી મેળવી હતી અને કેન્દ્ર તરફથી તમામ શક્ય સહાય આપવા માટે ખાતરી આપી છે.
સામાન્ય જનજીવન પણ ખોરવાયું
ભારે વરસાદના કારણે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન પણ ખોરવાયું છે. ધરાલીમાં વાદળ ફાટ્યા બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં ITBP, SDRF, NDRF, ભારતીય સેના અને વાયુસેનાની ટીમો યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં 138 લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, જ્યારે હર્ષિલ વિસ્તારમાં સેનાનો કેમ્પ તણાઈ જવાને કારણે 8થી 10 જવાનો લાપતા હોવાની આશંકા છે. રાજ્ય સરકારે તાત્કાલિક રાહત માટે રૂ. 20 કરોડ ફાળવી દીધા છે અને સંબંધિત એજન્સીઓ સતત સંકલનમાં કામ કરી રહી છે.


