વડોદરાના પૂર્વ વિસ્તારમાં ઘરોમાં ઘૂસ્યા ડ્રેનેજના પાણી!
- વડોદરાના પૂર્વ વિસ્તારમાં ઘરોમાં ઘૂસ્યા ડ્રેનેજના પાણી!
- અડધી રાત્રે અચાનક ઘરોમાં આવ્યા ડ્રેનેજના પાણી
- પાલિકાના પાપે અડધી રાત્રે લોકો થયા હેરાન
- જાગૃતિ મહોલ્લા, દાવડાનગર સહિતના વિસ્તારની ઘટના
- કડકડતી ઠંડીમાં લોકો ઘરની બહાર ઊંઘવા માટે થયા મજબૂર
- જાગૃતિ મહોલ્લામાં છેલ્લા એક મહિનાથી ઘરોમાં ઘૂસી રહ્યા છે ડ્રેનેજના પાણી
- ડ્રેનેજના દૂષિત પાણીના કારણે લોકો પોતાનું ઘર છોડવા મજબૂર
- ગંદા પાણીના કારણે એક યુવાન વ્યક્તિનું ટાયફોઇડથી થયું હતું મોત
- દિનેશ પરમારનું મોત થતા બે બાળકો અનાથ થયા
- સ્થાનિકોએ કોર્પોરેશન સામે સૂૂત્રોચ્ચાર કરીને નોંધાવ્યો વિરોધ
- સ્થાનિક કોર્પોરેટરોને અનેકવાર રજૂઆત છતાં ન આવ્યો કોઇ નિકાલ
- ઘર દીઠ 1500થી 5 હજાર રૂપિયા ઉઘરાવી પોતાના ખર્ચે નાખી રહ્યા છે લાઇન
- ડ્રેનેજ લાઈનનું કામ પણ 6 મહિના થયા હોવા છતાં અધૂરું
Vadodara : વડોદરાના પૂર્વ વિસ્તારમાં જાગૃતિ મહોલ્લા અને દાવડાનગર સહિતના વિસ્તારોમાં અડધી રાત્રે ઘરોમાં ડ્રેનેજના પાણી ઘૂસતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. કડકડતી ઠંડીમાં લોકોને ઘરની બહાર ઊંઘવા માટે મજબૂર થવું પડ્યું હતું. જાગૃતિ મહોલ્લામાં છેલ્લા એક મહિનાથી સતત ઘરોમાં ડ્રેનેજના દૂષિત પાણી ભરાઈ રહ્યા છે, જેના કારણે લોકો પોતાના ઘરો છોડવા મજબૂર થયા છે.
એક યુવાન વ્યક્તિનું ટાયફોઇડથી મોત
ગંદા પાણીના કારણે ટાયફોઇડનો ચેપ ફેલાયો હતો, જેમાં એક યુવાન દિનેશ પરમારનું મોત થયું, જેના કારણે તેના બે બાળકો અનાથ થઇ ગયા છે. આ ત્રાસદાયક પરિસ્થિતિ સામે લોકો દ્વારા કોર્પોરેશન અને સ્થાનિક કોર્પોરેટરો સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે. અનેક રજૂઆતો છતાં પણ નિકાલ મળ્યો નથી. લોકો પોતાના ખર્ચે 1500થી 5000 રૂપિયા ઘર દીઠ ઉઘરાવી લાઇન નાખી રહ્યા છે, જ્યારે ડ્રેનેજ લાઇનનું કામ છેલ્લા 6 મહિના થઈ ગયા હોવા છતાં અધૂરું છે. આ સ્થિતિએ પાલિકાની કક્ષાએ ભારે બેદરકારી સામે લાવી છે.


