તેણે મને ઓછી પાણી પુરી આપી, લારી બંધ કરો તેની : મહિલા
- સુરસાગર કિનારે નાટકીય દ્રશ્યો સામે આવ્યા
- પાણીપુરી ઓછી આપતા મહિલા વિફરી અને રોડ પર બેઠી
- આખરે પોલીસે બાજી સંભાળી લીધી
Vadodara ના સુરસાગર કિનારે આજે એક અનોખો અને નાટકીય કિસ્સો સામે આવ્યો, જ્યાં પાણીપુરી ઓછી આપવાને કારણે એક મહિલાએ હોબાળો મચાવ્યો હતો. મચ્છીપીઠ વિસ્તારની એક મહિલા બપોરે પાણીપુરી ખાવા ગઈ હતી. તેનો આરોપ હતો કે, પાણીપુરીવાળાએ ₹20ની 6 પુરીને બદલે માત્ર 4 જ પુરી આપી હતી.
આ વાતથી ગુસ્સે ભરાયેલી મહિલાએ પોતાનો વિરોધ દર્શાવવા માટે ચાલુ રસ્તા પર જ બેસી ગઈ હતી અને પાણીપુરીની લારી બંધ કરાવવાની માંગ કરી હતી. આ દ્રશ્યો જોઈને લોકો ચોંકી ગયા હતા, અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મહિલાને રસ્તા પરથી હટાવીને શાંત પાડી, અને પરિસ્થિતિને થાળે પાડી હતી. આ સમગ્ર ઘટનાને કારણે ત્યાં હાજર લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
આ પણ વાંચો : Vadodara : પાણીપુરી ઓછી મળતા મહિલા રસ્તા પર બેસી ગઇ, પોલીસ બોલાવવી પડી


