Vadodara : પોલીસે ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેકનારની ધરપકડ કરી સરઘસ કાઢ્યું
- વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેકનારની ધરપકડ
- પોલીસે આરોપીની ધરપકડ કરી સરઘસ કાઢ્યું
- પાણીગેટ વિસ્તારથી આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું
- આરોપીઓના હાથમાં દોરડા બાંધી રિકન્સ્ટ્રક્શન કર્યું
- સુફિયાન અને શાહનવાઝનું સરઘસ કાઢવામાં આવ્યું
- આરોપીઓએ માંજલપુરમાં મૂર્તિ પર ફેંક્યા હતા ઈંડા
Vadodara : વડોદરામાં ગણેશ ચતુર્થીની આગમન યાત્રા દરમિયાન પાણીગેટ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંક્યા બાદ પોલીસ તાત્કાલિક સતર્ક બની હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 3 આરોપીઓને પકડી પાડ્યા, જેમાંથી એક સગીર હોવાનું સામે આવ્યું છે. ધરપકડ બાદ પોલીસે પાણીગેટ વિસ્તારમાં જ આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કર્યું, જેમાં સુફિયાન અને શાહનવાઝ સહિતના આરોપીઓના હાથ દોરડાથી બાંધીને સરઘસ કાઢવામાં આવ્યું. ઘટનાના સમયે આરોપીઓ હાથ જોડીને ઊભા દેખાયા હતા, જ્યારે પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી. આ કાર્યવાહી બાદ શહેરના લોકોમાં ચર્ચા છે અને પોલીસની ઝડપી કામગીરીને કારણે સ્થાનિકોમાં રાહત અનુભવાઈ રહી છે.
આ પણ વાંચો : Vadodara : આગમન યાત્રામાં શ્રીજી પર ઈંડુ ફેકનારના ચાલવાનાય ઠેકાણા ના રહ્યા, રીકન્સ્ટ્રક્શન હાથ ધરાયું


