Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : ગેરહાજરીના કારણે વડોદરા મનપાના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યનું પદ રદ્દ

વડોદરા મહાનગરપાલિકા (VMC) માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ભાજપના જ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બંદિશ શાહનું સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું છે. આ નિર્ણય GPMC એક્ટની કલમ 22 ની જોગવાઈ હેઠળ લેવામાં આવ્યો છે, જે મુજબ જો કોઈ સભ્ય સતત 2 મહિના સુધી સમિતિની બેઠકોમાં ગેરહાજર રહે તો તેનું પદ રદ્દ થઈ શકે છે.
Advertisement
  • વડોદરા મનપાના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યનું સભ્યપદ રદ્દ
  • સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બંદિશ શાહનું સભ્ય પદ રદ્દ થયું
  • GPMC એક્ટની કલમ 22 મુજબ સભ્યપદ રદ્દ કરાયું
  • સતત 2 મહિના સુધી ગેર હાજર રહે તો સભ્યપદ થાય રદ્દ
  • સભા સેક્રેટરીએ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પત્ર લખી કરી જાણ
  • હવે સ્ટેન્ડિંગ કમિટીમાં 12 સભ્યો જ રહ્યા
  • ભાજપના જ સભ્યનું ગેરહાજરીના કારણે સભ્યપદ રદ્દ થતાં હડકંપ

વડોદરા મહાનગરપાલિકા (VMC) માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ભાજપના જ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બંદિશ શાહનું સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું છે.

GPMC એક્ટની કલમ 22 મુજબ સભ્યપદ રદ્દ કરાયું

આ નિર્ણય GPMC એક્ટની કલમ 22 ની જોગવાઈ હેઠળ લેવામાં આવ્યો છે, જે મુજબ જો કોઈ સભ્ય સતત 2 મહિના સુધી સમિતિની બેઠકોમાં ગેરહાજર રહે તો તેનું પદ રદ્દ થઈ શકે છે. સભા સેક્રેટરી દ્વારા મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પત્ર લખીને આ અંગેની સત્તાવાર જાણ કરવામાં આવી છે. બંદિશ શાહનું સભ્યપદ રદ્દ થતાં હવે સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યોની સંખ્યા ઘટીને માત્ર ૧૨ થઈ ગઈ છે. પોતાના જ પક્ષના સભ્યનું ગેરહાજરીના કારણે સભ્યપદ રદ્દ થતાં રાજકીય વર્તુળોમાં હડકંપ મચી ગયો છે.

Advertisement

આ પણ વાંચો :   Chhota Udepur : કવાંટની કરા નદી ઉપરનો બ્રિજ અતિ જર્જરિત બન્યો! વાહનચાલકો માટે જોખમી!

Advertisement

Tags :
Advertisement

.

×