Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનને લઇ થયો હોબાળો

વડોદરાની MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, કે.જી.હોલમાં પીરસાયેલા ભોજનમાં ઈયળ જોવા મળતા વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો.
Advertisement
  • વડોદરામાં MS યુનિવર્સિટી ફરી એકવાર આવી વિવાદમાં
  • MS યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનને લઇ થયો હોબાળો
  • ભોજનમાં ઇયળ નીકળતા વિદ્યાર્થિનીઓએ કર્યો હોબાળો
  • કે.જી.હોલમાં પીરસવામાં આવેલા ફ્રૂટ કસ્ટર્ડમાંથી નીકળી ઇયળ
  • મેસનું ભોજન ખાવાથી બીમાર પણ પડતા હોવાથી વિદ્યાર્થિનીઓની ફરિયાદ
  • 'મેસમાં જમતા પહેલા ધ્યાન રાખવું', આવા મેસેજ ગ્રુપમાં થયા ફરતા

વડોદરાની MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, કે.જી.હોલમાં પીરસાયેલા ભોજનમાં ઈયળ જોવા મળતા વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, મેસના ભોજનની ગુણવત્તા ખરાબ હોવાથી અનેક વાર ફરિયાદો થઈ છે, પરંતુ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. ફ્રૂટ કસ્ટર્ડમાંથી ઈયળ નીકળતા વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો હતો અને કેટલાક વિદ્યાર્થીનીઓ ભોજન ખાધા પછી બીમાર પણ પડ્યા હતા. આ મુદ્દાને લઈ હોસ્ટેલના વોટ્સએપ ગ્રુપમાં ‘મેસમાં જમતા પહેલા ધ્યાન રાખવું’ જેવા સંદેશાઓ ફરતા થયા છે. પરિસ્થિતિને ધ્યાને લઈ વિદ્યાર્થીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે અને મેસમાં ભોજનની ગુણવત્તા સુધારવા તંત્રને તાકીદ કરી છે.

Advertisement
Tags :
Advertisement

.

×