Vadodara : ડભોઇમાં APMCની ચૂંટણીનું મતદાન! 811 મતદારોનો ઉત્સાહ, ભાજપના મેન્ડેટ અને દિલીપ પટેલના પડકાર વચ્ચે જંગ
Vadodara : વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આજે APMC બજાર સમિતિની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે, જેમાં કુલ 811 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, અને સવારથી જ ખેડૂત મતદારોમાં મતદાન પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતની ચૂંટણી ડભોઇ APMCના રાજકારણમાં એક નોંધપાત્ર બદલાવ લાવી છે કારણ કે ભાજપે સૌપ્રથમ વખત સત્તાવાર મેન્ડેટ આપીને ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જેણે છેલ્લા 40 વર્ષથી ચાલી આવતા દિલીપ પટેલના દબદબાને સીધો પડકાર ફેંક્યો છે.
આ ચૂંટણીમાં મુખ્યત્વે સહકાર પેનલ અને ખેડૂત હિત રક્ષક પેનલ વચ્ચે કડક ટક્કર જામી છે; જોકે મેડિકલ ઈજાના કારણે દિલીપ પટેલે પ્રચાર નહોતો કર્યો, છતાં તેમના સમર્થકો સક્રિય છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે, જેમાં ડભોઇના મોટા રાજકારણીઓ જેવા કે સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કના પૂર્વ ચેરમેન અતુલ પટેલ અને દિલીપ નાગજી પટેલ તેમજ ધારાસભ્ય શૈલેશ મહેતાએ પણ બૂથની મુલાકાત લઈને મતદાન કર્યું હતું. આવતીકાલે યોજાનારી મતગણતરીના પરિણામો સ્થાનિક સહકાર રાજકારણમાં નવા સમીકરણો સ્થાપિત કરી શકે છે.
આ પણ વાંચો : Mehsana-Unjha APMC : ચેરમેનની ચૂંટણીની તારીખ અને સમય જાહેર!


